Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્નીએ અદાલતમાં કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક પરિણીતાએ ચઢત ભરણપોષણની રકમ પતિ પાસેથી વસૂલ મેળવવા કરેલી અરજી ચાલી જતા અદાલતે પતિને ૩૬૦ દિવસની જેલની સજા ફટકારી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ફલ્લાના વતની અને હાલમાં ગુલાબનગરમાં વસવાટ કરતા સમીનાબેન સુરંગી નામના યુવતીના નિકાહ કચ્છના ભુજમાં વસવાટ કરતા શહેઝાદ અનવર સુરંગી સાથે થયા હતા.
લગ્નજીવન દરમિયાન પતિ અવારનવાર સમીનાબેનને મારકૂટ કરતો હતો અને પૂરતું જમવા પણ આપતો ન હતો. તે પછી મારકૂટ કરી સમીનાબેનને ઘરમાંથી કાઢી મુકાતા તેણીએ જામનગરની અદાલતમાં ભરણપોષણ માંગતી અરજી કરી હતી.
તે અરજી ચાલી જતાં અદાલતે ભરણપોષણ ચૂકવી આપવા હુકમ કર્યાે હોવા છતાં ૧૮ મહિના સુધી શહેઝાદ અનવરે ચઢત રકમ ચૂકવી ન હતી. તેની વસૂલાત માટે ફરીથી અરજી કરાતા અદાલતે પતિ શહેઝાદ અનવર સુરંગીને દર મહિનાના ૨૦ દિવસ લેખે ૩૬૦ દિવસની જેલની સજાનો હુકમ કર્યાે છે. અરજદારણ તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial