Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગરિક સમિતિનો આક્રોશ
ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયા શહેરમાં હાલ ધડાધડ વિકાસકાર્યો રાજ્યમંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય તથા સાંસદના પ્રયાસો થી થઈ રહ્યા છે ત્યારે ખંભાળીયાની પ્રજાને વિકાસ જોઈએ છે, પણ પ્રજાની સુખાકારીના ભોગે નહીં, તેમ નાગરિક સમિતિ દ્વારા જણાવાયું છે. ઘણા સમય પહેલા કેનેડી બ્રિજ વૈકલ્પિક વ્યવસ્થા વગર બંધ કરી દેવાયેલો, હાલ ડાયવર્ઝન છે પણ જો નદીમાં પૂર આવશે તો બંધ થઈ જતાં સત્તાવાળાઓ આ અંગે કંઈ વિચારતા નથી. ! હાલ સલાયા ફાટકનો રસ્તો બંધ કર્યો છે તેના વિકલ્પમાં જડેશ્વર અંડરબ્રિજ પણ થોડા વરસાદમાં પાણી ભરાતા બંધ થઈ જાય છે, તો તેના વિકલ્પમાં શું ? રામનાથ ગરેડાવાળો રસ્તો સિંગલ પટ્ટી અને જર્જરીત છે. સલાયા ફાટકની નજીક જ ડાયવર્ઝન હોવો જોઈએ, ૪/૫ કિ.મી. દૂર ન હોવો જોઈએ. શહેરમાં વિકાસકાર્યો આવકાર્ય છે, લોકોનો તેમાં સહયોગ તથા રાજીપો જ હોય પણ જે કાર્ય થયા તેમાં લોકોને એવડી અગવડો ના પડવી જોઈએ કે લોકો નવી સવલત સ્વીકારવાનું જ ભૂલી જાય.! તંત્ર દ્વારા લોકો આગેવાનો સાજે બેઠક કરીને સૂચનો મંગાય તો પણ આમાં રસ્તા નીકળે તેવું હોય, તંત્રના અધિકારીઓએ 'ધ્યાન' આપવા નાગરિક સમિતિએ અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial