Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ કિલોમીટરનો ફેરો થતો હોઈ એમ્બ્યુલન્સના દર્દીઓ જોખમમાં: વકીલો પણ વિટંબણામાં
ખંભાળિયા તા. ૧૪: રેલવેતંત્ર દ્વારા ખંભાળિયાથી સલાયા ફાટકનો રસ્તો બંધ થતાં રોજ હજારો વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. મોટા વાહનોને પાંચ કિ.મી.નો ફેરો થતા દર્દીઓ, વકીલો સહિત તમામ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
ખંભાળિયા શહેરમાં સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી તમામ રસ્તાઓ પર જ્યાં ફાટક આવતા હોય ત્યાં અંડર બ્રીજ અને ઓવર બ્રીજ થવા કામગીરી મંજુર થઈ જેમાંના ભાગરૂપે ખંભાળિયામાં સલાયા ફાટક દશેક દિવસથી બંધ કરાતા વૈકલ્પિક ડાયર્ઝન અત્યંત દૂર અને મોટા વાહનો તથા ઈમરજન્સી વાહનો એમ્બ્યુલન્સ તથા ફાયરની ગાડીઓને પાંચ કિ.મી. ફેરો થાય તેવું થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તથા રેલવે તંત્ર તાકીદે નજીકથી વૈકલ્પિક રસ્તો શરૂ કરે તેવી માંગ ઉગ્ર થઈ છે.
વિજય સિનેમા પાસે ફાયર સ્ટેશન હોય ઈમરજન્સીની આ સેવાને દ્વારકા સલાયા રોડ પર જવું હોય તો આ ફાટક બંધ હોય રેલવે સ્ટેશન વાળા રસ્તે જો ફાટક ખુલ્લું હોય તો ત્યાંથી જામનગર દ્વારકા રોડ પકડીને જવું પડે જે ઈમરજન્સીમાં ખુબ મોટું થાય આવી જ સ્થિતિ એમ્બ્યુલન્સ કે ઈમરજન્સી દર્દીઓને થાય છે કેમકે રિક્ષા કે ફોરવ્હીલર પણ અહીંથી ના નીકળતા જડેશ્વર અંડરબ્રીજ પાસેની ભંગાર ખાડાવાળા રસ્તે ચાર કિ.મી. ફરીને હોસ્પિટલ પહોંચતા દશેક મિનિટ થતી હોય ઈમરજન્સીમાં દર્દીઓ પરેશાન થાય છે તો સલાયા દ્વારકા તરફથી આવતા જતાં હજારો વાહનોને રોજ પાંચ કિ.મી.નો ફેરો થતો હોય ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે.
હજી કામ શરૂ થયું નથીઃ મેઈન જગ્યા પર આવતા બે અઢી માસ થશે
રેલવે તંત્ર દ્વારા કોન્ટ્રાકટરના કહેવાથી કામ શરૂ કરવાના બહાને દશ દિવસની રેલવે ફાટકનો મેઈન રસ્તો બંધ કરી દીધો છે, પણ હજી કામ શરૂ જ થયું નથી. જાણકાર કર્મચારી ન.પા.ના તપાસ કરવા જતાં રોડની બીજી તરફ જ્યા દીવાલો બનાવાની છે તે કામ શરૂ થયું નથી પણ શરૂ થાય તે પછી પણ બે અઢી માસ પછી હાલના ફાટકને બંધ કરવાની જરૂર પડે તો પછી અઢી માસ લોકોને હેરાન કરવા લાખોના બળતણ વેડફવાનો મતલબ શો ? તંત્ર દ્વારા ખરેખર તપાસ કરીને જો મોટું જરૂર હો ય તો મોટું ફાટક બંધ થાય તે પગલું લેવું જોઈએ.
ટાઉન હોલ સામેનો રસ્તો ચાલુ કરવામાં રેલવે તંત્રને પેટમાં દુઃખે છે?
ખંભાળિયામાં સલાયા ફાટક જે બંધ થયું તેની જ તેલી નદીના રેલવે બ્રીજ નીચેથી રસ્તો નીકળીને રંગીલા હનુમાન પાસે દ્વારકા સલાયા રોડને મળી શકે છે જેથી ટુ વ્હીલર- ફોર વ્હીલર જઈ શકે પણ રેલવે તંત્ર ત્યાંથી રસ્તો કાઢવાની ના પડે છે કેમ કે ઉપર પુલ પરથી ટ્રેઈન નીકળે છે !! નવાઈની વાત છે કે તાજેતરમાં બેડીયા વાડી પાસે કરોડોના ખર્ચે નવો રોડ બન્યો તે રેલવે પાટાની નીચેથી જ નીકળે છે ત્યાં રેલવેને વાંધો નથી.!!
રોજના હજારો વાહનોને ફરીને પાંચ કિ.મી. દૂરથી જવાનું આવો ૪-૫ કિ.મી. લાંબો દૂરનો ડાયવર્ઝન કરવાનો પણ ખંભાળિયા રેલવે તંત્રનો રેકોર્ડ છે!! જે ગુજરાતમાં કયાંય નહીં હોય!! રેલવે તંત્ર તથા સરકારી તંત્રની આ ગંભીર બેદરકારી આગામી સમયમાં આંદોલન ઉભું કરે તો નવાઈ નહીં કેમકે મહીનાઓ સુધી આ રસ્તો બંધ જ રહેવાનો છે અને દિવસોથી કામ માટે રસ્તો બંધ કર્યો પણ કામ જ ચાલુ થયું નથી !! રેલવે બાબુઓ એ.સી. ચેમ્બરમાંથી બહાર નીકળીને લોકોને થતી પરેશાની જુએ તો કંઈક ખ્યાલ આવે તેવું પણ લોકોમાં સ્પષ્ટ કહેવાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial