Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ત્યાં ફેંકી જનારના સગડ દબાવ્યાઃ
ખંભાળિયા તા. ૧૪: ખંભાળિયાના સિનેમા રોડ પર તૈલી નદી પાસેથી આજે સવારે તાજુ જ જન્મેલુ નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. પોલીસે તેનો કબજો સંભાળી તપાસ શરૂ કરી છે.
ખંભાળિયામાં વિજય સિનેમા રોડ પર આવેલી તૈલી નદી પાસેથી આજે સવારે તાજુ જ જન્મેલુ એક બાળક જોવા મળતા કોઈએ પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલી પોલીસ ટીમને સ્થળ પરથી નવજાત શિશુ મળી આવ્યું હતું.
પોલીસે તેને ચકાસતા આ બાળક મૃત્યુ પામેલી હાલતમાં જણાઈ આવ્યું હતું. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી આ સ્થળે તે બાળકને કોણ નાખી ગયું તે દિશામાં તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial