Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુનો પુલ ચાલવા માટે પણ જોખમી હોવાના ખાનગી સંસ્થાના પ્રમાણપત્રની વિશ્વસનિય પુનઃ ચકાસણી જરૂરી
ખંભાળિયા તા. ૧૪: ખંભાળિયાના ૧ર૦ વર્ષ જુનો જર્જરીત કેનેડી બ્રિજને યથાવત્ રાખીને બાજુમાં નવો પુલ બનાવવાનું મંત્રી મૂળુભાઈ બેરાએ તંત્રને આદેશ કરતા બુઝુર્ગમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.
ખંભાળિયામાં ખામનાથ પાસે ઘી નદી પર કેનેડી બ્રિજના નામથી ૧ર૦ વર્ષ જુના રાજાશાહીના સમયનો જુની ઢબનો કમાનવાળો કલાત્મક 'નજરાણું' જેવો પુલ જુનો અને જર્જરિત થઈ ગયો હોય, બે-ત્રણ વર્ષથી આ પુલ ચાલવા લાયક પણ નથી તેવો ખાનગી સંસ્થાનો 'માન્ય' રિપોર્ટ પછી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને રસ્તો બંધ કરાયો તથા નેવું લાખના ખર્ચે નીચે નદીમાં પુલ સાથે ડાયવર્ઝન તૈયાર થયો તથા પ્લાન નક્શા બનીને હાલનો પુલ તોડીને નવો બનાવવા ર૬ કરોડ રૂપિયા જવી રકમ પણ ફાળવાઈ તથા ટેન્ડરીંગ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી તથા પાલિકા તંત્રને કામ કરવા પ્રાદેશિક ન.પા. નિયામકને છ કરોડની ગ્રાન્ટ પણ ફાળવાઈ, જ્યારે ખંભાળિયાના વૃદ્ધોને આ પુલ ખામનાથ કેનેડી બ્રિજ ૧ર૦ વર્ષ જુનો નઝરાણું સમાન હોય, રાજ્ય મંત્રીશ્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સુધી લોકોની લાગણી પહોંચતા તેમણે તંત્રને હાલનો પુલ યથાવત્ રાખીને બાજુમાં નવો પુલ બનાવવા આદેશ કરતા ખંભાળિયા શહેરીજનો તથા આ પુલ પરથી ચાલવા તથા પુલમાં બેસવાની જગ્યા પર રોજ બેસવા જતા લોકોમાં આનંદની લાગણી છલકાઈ ગઈ છે.
ખાનગી સંસ્થાના પ્રમાણપત્રની વિશ્વસનિય પુનઃ ચકાસણી કરો
૧ર૦ વર્ષ જુનો આ પુલ ચાલવા માટે પણ જોખમી છે તેવું પ્રમાણપત્ર આપનાર ખાનગી સંસ્થા સામે પ્રશ્ન થાય તેવું છે, કેમ કે છેલ્લા ત્રણેક વર્ષથી ખંભાળિયામાં પ્રતિવર્ષ ૯પ થી ૧૦૦ ઈંચ વરસાદ પડે છે. દર વર્ષે ઘી નદીમાં ઘોડાપૂર આવતા મૂળના પાયામાં ઉપર સુધી પુર નીકળે છે. પણ ૧ર૦ વર્ષ જુના આ પુલમાંથી કાંકરી પણ ઉખડતી નથી. પુલ પર ચાલવાની મનાઈ રસ્તો બંધ છે, પણ લોકો રસ્તા પર ઢાળ બનાવીને રોજ હજારો બાઈકસવારો ત્યાંથી હાલ પણ નીકળે છે. લોખંડ સિમેન્ટ વગરના જ્યારે સીમેન્ટની શોધ નથી થઈ ત્યારના બનેલા આ પુલ પરની જ્યારે દ્વારકા નેશનલ હાઈવે બનતો હતો ત્યારે ડ્રાયવર્ઝન કાઢવામાં આવ્યું ત્યારે પવનચક્કીના તથા કંપનીના ટ્રકો આ જર્જરીત પુલ પરથી નીકળેલા પણ કંઈ થયું નહતું. ત્યારે હાલ પણ રોજ હજારો બાઈકો નીકળે છે ભલે ગેરકાયદે પણ ચાલવા માટે જોખમીનું પ્રમાણપત્ર કેટલું યોગ્ય કહેવાય? આની વિશ્વસનિય પુનઃ ચકાસણી ન કરાવવી જોઈએ?
જો કે, કબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાને જણાવતા તેમની સૂચનાથી ખંભાળિયા ડેપ્યુટી કલેક્ટર કે.કે. કરમટા, જિલ્લા કાર્યપાલક ઈજનેર ઉત્તમભાઈ ચૌધરી, પાલિકા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા, ઈજનેર એન.આર. નંદાણિયા વિગેરેએ સામૂહિક રીતે આ પુલની મુલાકાત પણ લીધી હતી.
પુલ પાસે ડાઉન સ્ટ્રીમમાં નવો પુલ બનાવવા આયોજન
દ્વારકા જિલ્લા પીડબલ્યુડી કાર્યપાલક ઈજનેર શ્રી ઉત્તમભાઈ ચૌધરીએ જણાવેલ કે હાલના કેનેડી બ્રીજને હયાત રાખી પુલ પાસે ડાઉન સ્ટ્રીમમાં નવો પુલ બનાવવા નવું પ્લાનિંગ હાથ ધરાયું છે. નવા નક્શા નવા એસ્ટીમેન્ટ તથા ડી.ટી.પી. થશે જેમાં એપ્રોચ રોડ વધતા ખર્ચ પણ વધશે.
હાલના કેનેડી બ્રિજને હેરીટેજ ગણીને પ્રાચીન ઈજનેરી કૌશલ્યના નમૂના સમાન આ પુલનું મજબૂતિકરણ કરીને લોકોને ચાલવા કે ટુવ્હીલર ચલાવવા જેવા ઉપયોગમાં લઈને રાજાશાહીનું આ સંભારણું વ્યવસ્થિત થાય તે માટે પણ માગ ઊઠી છે સાથે રાજ્યમંત્રીની સૂચના ભારે પ્રશંસનીય બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial