Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાશે
જામનગર તા. ૧૪: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા. ૧પ જૂન ર૦રપ અને રવિવારે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ વાગ્યા સુધી લોકરક્ષક (એલઆઈડી) ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર એમ કુલ ૭ કેન્દ્રોમાં એ પરીક્ષા લેવામાં આવનાર છે. આ માટે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા ખાસ બસ દોડાવવામાં આવનાર છે.
ઉમેદવારોને પોતાના વતનથી નજીકના પરીક્ષા સ્થળોએ પહોંચાડવા માટે એસ.ટી. નિગમ વધારાની બસનું સંચાલન કરશે. તા. ૧૪ અને તા. ૧પ ના આ બસ દોડાવવામાં આવનાર છે, જેમાં જામનગરથી પ અને અન્ય ડેપોમાંથી બે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જો વધુ સંખ્યા જોવા મળશે તો હજુ પણ વધુ બસની સુવિધા ઉપલબ્ધ કરાશે તેમ એસ.ટી. નિયામક દ્વારા જણાવાયું છે.
ઉમેદવારોએ ટિકિટ રિઝર્વેશન કરાવવા માટે ટિકિટ બારીમાંથી ટિકિટ મેળવી શકશે અથવા ઓનલાઈન ટિકિટ મેળવી શકાશે. વધુ વિગત અને પૂછપરછ માટે નિગમના ટોલ ફી નંબર ૧૮૦૦ ર૩૩ ૬૬૬૬૬૬ માં ર૪ કલાક જાણકારી મળી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial