Advertisement
Author: નોબત સમાચાર

બી.જે. મેડિકલ કોલેજના મૃતકો અને ઘાયલોને પણ રોકડ સહાયની આઈએમએની માગણી

એર ઈન્ડિયાના મૃતક મુસાફરોની જેમ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૪: અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા સ્થાનિક લોકોના પરિવારોને એર ઈન્ડિયાના મૃતકોના પરિવારજનો માટે કરાયેલી જાહેરાતની જેમ જ ટાટા દ્વારા સહાય ચૂકવવા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને માગણી કરી છે.

તા. ૧ર જૂને અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મેડિકલના વિદ્યાર્થીઓને થયેલી ગંભીર ઈજાઓ અને મોતના પગલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય શાખા દ્વારા ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખી સહાય માટે વિનંતી કરવામાં આવી છે.

આઈએમએ ગુજરાત શાખાએ એર ઈન્ડિયા દ્વારા મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને જાહેર કરાયેલા રૂા. ૧ કરોડના વળતર અને બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલના નવીનિકરણ માટે આપવામાં આવેલી સહાય માટે આભાર વ્યક્ત કર્યો હતો, અને લખ્યું હતું કે, 'અમે વિનંતી કરીએ છીએ કે આ વિમાન દુર્ઘટના વખતે હોસ્ટેલમાં હાજર મેડિકલના વિદ્યાર્થીઓ જે ઈજાગ્રસ્ત થયા છે અથવા જેમણે જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને પણ નાણાકીય સહાય અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે. આ વિદ્યાર્થીઓ માત્ર દુર્ઘટનાનો ભોગ બન્યા નથી, પરંતુ તેઓ આપણા ભવિષ્યની હેલ્થકેર સિસ્ટમનો પાયો હતાં. તેમના પરિવારજનોને તાત્કાલિક ધોરણે પણ સહાય જાહેર કરવામાં આવે.'

ઉલ્લેખનિય છે કે, ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક મૃતક મુસાફરના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ટાટા ગ્રુપ ઈજાગ્રસ્ત મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ ઊઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડશે.

ટાટા ગ્રુપ અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઊભી છે. હવે આઈએમએની આ માગણીનો ટાટા ગ્રુપ કેવો પ્રતિભાવ આપે છે, તેની રાહ જોવાઈ રહી છે. આ મુદ્દે સુપ્રિમ કોર્ટ સુઓમોટો સુનાવણી કરે, તેવી માગણી પણ ઊઠી રહી હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh