Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    છરી-મુંઠથી યુવાનને થઈ ઈજાઃ
જામનગર તા. ૧૪: જામનગરના ગુરૂદ્વારા સર્કલ પાસે ગુરૂવારની રાત્રે એક યુવાનને ચાર શખ્સે રોકી અમારી બાતમી પોલીસને કેમ આપે છે તેમ કહી આ યુવાનને માર માર્યાે હતો. છરી, મુંઠ વડે થયેલા હુમલામાં ઘવાયેલા યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળીવાડની શેરી નં.૧માં રહેતા અજય ભરતભાઈ કનખરા ગુરૂવારની રાત્રે સાડા દસેક વાગ્યે ગુરૂદ્વારા સર્કલ પાસેથી પોતાના સ્કૂટર પર પસાર થતા હતા ત્યારે ચાર શખ્સે તેઓને રોકી લીધા હતા.
આ યુવાનને રવિ નાખવા ઉર્ફે કુશ, નવીન કચ્છી, મિથુન તથા અજાણ્યા શખ્સે રોકી અમારી બાતમી પોલીસને કેમ આપે છે તેમ કહી ગાળો ભાંડ્યા પછી રવિ નાખવાએ છરી કાઢી માથામાં ઝીંકી દીધી હતી. ત્યારપછી નવીને લોખંડની મુંઠથી માર માર્યાે હતો અને મીથુન તથા અજાણ્યા શખ્સે ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. ઈજાગ્રસ્ત અજયને સારવારમાં ખસેડાયા પછી તેણે ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial