Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવંગત વિજયભાઈ રૂપાણીના નિધનથી સમગ્ર રાજ્ય શોકમયઃ પુત્ર ઋષભ પહોંચ્યા ગાંધીનગર
રાજકોટ તા. ૧૪: ભાજપના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને લઈ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે, ત્યારે રાજકોટની ૬૫૦ કરતા વધારે શાળાઓ આજે બંધ રહેશે અને શૈક્ષણિક કાર્ય બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવશે બીજી તરફ રાજકોટમાં આજે અડધો દિવસ ધંધા રોજગાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધ રાખવાનુંં એલાન અપાયું છે અને બપોર સુધી રાજકોટની સોની બજાર પણ બંધ રહેશે. પુત્ર ઋષભ અમેરિકાથી અમદાવાદ પરત ફર્યા છે અને પુત્ર ઋષભ ગાંધીનગર નિવાસ સ્થાને પહોંચ્યા છે, ડીએનએ રિપોર્ટ પછી મૃતદેહને રાજકોટ લઈ જવાશે અને વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં નીકળશે તેવા અહેવાલો છે. અંતિમ સંસ્કાર રામનાથપરામાં થશે. તેમ જાણવા મળે છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ નિધન થતાં રાજ્યભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે, જેના પગલે શહેરભરમાં ગમગીની વ્યાપી છે. આ કરૂણ દુર્ઘટનાના સમાચાર મળતા જ વિજયભાઈ રૂપાણીના પરિવારજનો પહોંચી ગયા છે. તેમના પુત્ર રૂષભ આજે વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને હવે, પરિવાર સાથે રાજકોટ પહોંચશે તેવી માહિતી છે.
ગઈકાલે જ વિજયભાઈના દીકરી રાધિકા અને ૫ત્ની અંજલિબેન લંડનથી ગુજરાત આવી ગયા હતા. આવનારા દિવસોમાં, પરિવારના સભ્યોની હાજરીમાં, રાજકોટમાં અંતિમવિધિ સંપન્ન થશે તેમ જાણવા મળે છે.
પૂર્વ મુખ્યમંત્રીના અવસાનથી સમગ્ર રાજકોટ શહેરમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે અડધો દિવસ ધંધા અને રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેમ્બર દ્વારા તમામ વેપારીઓને આ બંધમાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરની ૬૫૦ જેટલી વધુ ખાનગી શાળાઓ પણ આજે બંધ રહેશે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આ દુઃખદ અવસરે શ્રદ્ધાંજલિ અર્પી શકે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજકોટ સ્થિત નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં તેમની અંતિમવિધિની તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્થળ પર નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
અહેવાલો મુજબ સદ્ગત વિજયભાઈના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર રામનાથપરાના સ્મશાનમાં કરાશે. આ લખાય છે, ત્યારે તેની તૈયારી શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
ટ્રાફિક ડીસીપી દ્વારા ખાસ કરીને અંતિમયાત્રા અને વિધિ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્તનું નિરીક્ષણ કરાયું છે. ગઈકાલે પણ અનેક રાજકીય નેતાઓએ ગાંધીનગર પહોંચી અંજલિબેનને સાંત્વના પાઠવી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર માટે રાજ્ય સરકારનો ચોકકસ પ્રોટોકલ અનુસરવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રીના પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજ (ત્રિરંગો)માં લપેટવામાં આવે છે, જે રાજ્ય સન્માનનું પ્રતીક છે. અંતિમ સંસ્કાર પહેલાં પોલીસ અથવા સૈન્ય દળો દ્વારા બંદૂકની સલામી આપવામાં આવે છે, જે નેતાના યોગદાનને સન્માન આપવાની પરંપરા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial