Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૯ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જંગ
ખંભાળીયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ૨૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર હતી જેમાં પાંચ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બીનહરીફ સમરસ થઈ છે, જે ગ્રામ પંચાયતોમાં માનપર, રાણપર, કંટોલીયા તથા ફતેપુર અને જંબુસરનો સમાવેશ થાય છે.
સરપંચપદ માટે જંગ
ભાણવડ તાલુકામાં બાકી રહેલા ગામોમાં ચૂંટણી જંગ થવાનો છે. જેમાં મુખ્ય હરીફાઈમાં બે થી માંડીને કોઈક ગ્રામ પંચાયતમાં સરપંચ થવા છ-છ ઉમેદવારો વચ્ચે જંગની સ્થિતિ છે. ચોખંડા ગામે સૌથી વધુ છ ઉમેદવારો છે, તો ધારાગઢ, આંબરડી, ટીંબડી, શેઢાખાઈ, કબરકા, આંબલીયારા, ભેનકવડ, પાછતરડી, પાછતર, રેટા, કાલાવડ જેવા ગામોમાં બે-બે ઉમેદવારો જ છે.
અનેક ગામોમાં સરપંચ પદ માટે ભારે રસાકસીની સ્થિતિ હોય, રાજકારણના પહેલા પગથિયા જેવી સરપંચની ચૂંટણી જીતવા માટે જંગ વ્યુહ શરૂ થઈ.
અવનવા પ્રતીકો
અગાઉ ચૂંટણી પ્રતીકો અને હવેના ચૂંટણી પ્રતીકોમાં પણ ભારે અંતર છે. અવનવા ચૂંટણી પ્રતીકોે ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ફાળવાયા છે, જેમ કે કોમ્પ્યુટર માઉસ, ટી.વી.નું રીમોટ, પકડ, પાણીની ટાંકી, કડાઈ, જમવાનું ભરેલી થાળી, પેટ્રોલપંપ, પાટલો વેલણ, ડીશ એન્ટેના, તરબુચ, ખાંડણી દસ્તો, એરકન્ડીશનર, ઈસ્ત્રી, પેટીવાજુ વગેરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial