Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધઃ આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળઃ ભારે તબાહી

અમેરિકાનું સર્વશ્રેષ્ઠ મનાતું એફ-૩પ ફાઈટર જેટ તોડી પડાતા ટ્રમ્પને તમાચોઃ ઈરાને પ્રચંડ પ્રહાર કરી આપ્યો વળતો જવાબઃ ૧પ૦ મિસાઈલો વરસાવી

                                                                                                                                                                                                      

તેલઅવીવ/તહેરાન તા. ૧૪: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈઝરાયલે ફરીથી પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યો છે. જવાબમાં ઈરાને ૧પ૦ મિસાઈલ છોડી છ, તેથી ઈઝરાયલમાં તબાહીનું તાંડવ મચ્યું હોય તેવા દૃશ્યો ખડા થયા છે. ઈઝરાયેલની આયર્ન ડોમ ડિફન્સ સિસ્ટમ નિષ્ફળ પૂરવાર થઈ છે.

ગઈકાલે મોડી રાત્રે ભારતીય સમય મુજબ સવારે લગભગ ૧૦-૩૦ વાગ્યે ઈઝરાયલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો. ઈઝરાયલે લડાકુ વિમાનોએ ફરીથી ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા. આ હુમલાઓમાં ઈરાનના ૭૮ લોકો માર્યા ગયા અને ૩પ૦ થી વધુ લોકો ઘાયલ થયા, જેના જવાબમાં ઈરાને ઈઝરાયલ તરફ ૧પ૦ બેલિસ્ટિક મિસાઈલો છોડી. આમાંથી ૬ મિસાઈલો રાજધાની તેલ અવીવમાં પડી, જેમાં ર લોકો માર્યા ગાય. તે જ સમયે ૭૯ થી વધુ લોકો ઘાયલ થયા. ઈરાની મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયલની સંરક્ષણ મંત્રાલયને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. ભારતીય સમય મુજબ શનિવારે સવારે લગભગ ૭-૧પ વાગ્યા સુધી આ હુમલા ચાલુ રહ્યા હતાં.

ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને ઈરાન તરફથી હુમલાના ભયને કારણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ઈજરાયલે એક દિવસ પહેલા શુક્રવારે સવારે પ-૩૦ વાગ્યે ઈરાની પરમાણુ મથકો અને અનેક લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતાં. આમાં ૬ પરમાણુ વૈજ્ઞાનિકો અને ર૦ થી વધુ લશ્કરી કમાનડર માર્યા ગયા હતાં.

પહેલા ઈઝરાયલે ર૦૦ ફાઈટર જેટથી અનેક ઈરાની ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલે તેને 'ઓપરેશન રાઈઝિંગ લાયન' નામ આપ્યું. ઈજરાયલી કાર્યવાહીમાં ૬ ઈરાની વૈજ્ઞાનિકો, ર૦ લશ્કરી કમાન્ડર માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો. આ હુમલાનો ઈરાને બદલો લીધો, તેને 'ટુ પ્રોમિસ થ્રી' નામ આપ્યું અને ૧પ૦ થી વધુ મિસાઈલો છોડી હતી. ઈરાને ઈઝરાયલી સંરક્ષણ મંત્રાલય પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરવાનો દાવો કર્યો છે.

નેતન્યાહૂએ પીએમ મોદી સાથે વાત કરી અને તેમને પરિસ્થિતિ વિશે મહિતી આપી. તો બીજી તરફ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે પરમાણુ કરાર કરો નહીંતર મોટો હુમલો થશે.

ઈરાને ઈઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલા વચ્ચે ઈરાને દાવો કર્યો છે કે, તેણે ૨ ફાઇટર જેટને તોડી પાડ્યા છે. આ ફાઇટર જેટ એફ-૩૫ છે અને તેને અમેરિકાનું સૌથી ઉન્નત જેટ માનવામાં આવે છે. આ ઘટના ટ્રમ્પના ગાલે તમાચા જેવી ગણાવાઈ રહી છે. ઈરાને એફ-૩૫ ચલાવનારા એક પાયલટને પકડવાનો પણ દાવો કર્યો છે.

મળતી માહિતી મુજબ, આ ફાઇટર જેટ જેવું ઈરાનના એરસ્પેસમાં આવ્યું, ઈરાને તેને તોડી પાડ્યું હતું. ત્યારબાદ પાયલટ પેરાશૂટ દ્વારા નીચે ઉતરી રહૃાો હતો. પાયલટના નીચે ઉતરતાની સાથે જ ઈરાનના અધિકારીઓએ તેને પકડી લીધો હતો. જોકે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે, હજુ સુધી આ પ્રકારના કોઈ સમાચાર અમારી પાસે નથી આવ્યા.

ઈરાન દ્વારા જે અમેરિકન વિમાનને તોડી પાડવાની વાત કરવામાં આવી રહી છે. તેના એક યુનિટની કિંમત ૭ અબજ રૂપિયા છે. એટલે જો ઈરાનની વાત સાચી નીકળે તો હુમલામાં ઈઝરાયલને પહેલાંથી જ ૧૫ અબજ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે.

એફ-૩૫ લડાકૂ વિમાનને અમેરિકાની પાંચમી જનરેશનના લડાકૂ વિમાન માનવામાં આવે છે. આ સ્ટીલ્થ ફાઇટર જેટ છે. અમેરિકા તેને સૌથી મજબૂત વિમાન કહીને વેચે છે. અમેરિકાના આ ફાઇટર જેટની કિંમત ૯૦ મિલિયન ડોલર (આશરે ૭ અબજ રૂપિયા) છે. તેને સૌથી કિંમતી વિમાન માનવામાં આવે છે. આ એક સિંગલ સીટર વિમાન છે, જેમાં એક પાયલટ હોય છે. સટીક નિશાનો સાધવાના કારણે આ ફાઇટર જેટને પેન્થર નામ આપવામાં આવ્યું છે.

ઈરાને તેલ અવીવમાં ઈઝરાયલી રક્ષા મુખ્યાલય પર હુમલો કર્યો હતો, જેને આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ પણ રોકવામાં નિષ્ફળ ગઈ છે. ૨૪ કલાકની અંદર ઈઝરાયલી હવાઈ હુમલા પછી ઈરાને બદલો લીધો છે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સામે ઓપરેશન રાઈઝિંગ શરૂ કર્યું છે. તેમણે ઈરાનને ચેતવણી આપતા કહૃાું કે, 'આ તો માત્ર શરૂઆત છે. વધુ તબાહી હજુ થવાનો છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમારો ઉદ્દેશ્ય ઈરાન દ્વારા ઈઝરાયલના અસ્તિત્વ માટે ઊભા થયેલા ખતરાને ખતમ કરવાનો છે.'

ઈરાની હુમલાઓની સૌથી વિનાશક અસર તેલ અવીવમાં જોવા મળી હતી. એક મિસાઈલ ત્યાં પ૦ માળની ઈમારત પર અથડાઈ હતી, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો અને ધૂમાડાના ગોટેગોટા હવામાં ઊડતા હતાં. ઈઝરાયલી મીડિયાએ ઘટના પછીના દૃશ્યને અભૂતપૂર્વ વિનાશ તરીકે વર્ણવ્યું હતું, જેમાં વિશાળ આગ, ધરાશાયી થયેલી ઈમારતો અને ઘાયલ નાગરિકો દર્શાવવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh