Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૯મી મે થી ૧૨મી જૂન દરમિયાન
ખંભાળિયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રિ-ખરીફ કેમ્પેઈન અંતર્ગત કૃષિ રથ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની ઉજવણી કરાઈ હતી. અને ૩૬ ગામોના ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર અને કૃષિ વિભાગની કચેરીઓના સહયોગથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રિ-ખરીફ કેમ્પેઈન કૃષિ રથ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. જે ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (આઈસીએઆર) નવી દિલ્હી તથા કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ ભારત સરકાર દ્વારા ભારતના તમામ જિલ્લાઓમાં ભારત કૃષિ જાગરણ યાત્રા દ્વારા પ્રિ-ખરીફ કેમ્પેઈન તા.૨૯ મે થી ૧૨ જુન, ૨૦૨૫ દરમ્યાન ચલાવવામાં આવ્યું હતું.
આ કેમ્પેઈન દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં મળી કુલ ૩૬ ગામમાં કૃષિ જાગરણ યાત્રા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં સામોર, કંચનપુર, આહીર સિંહણ, માંઝા, ભાણ ખોખરી, જુનીફોટ, કંડોરણા, કોટા, શક્તિનગર, બેરાજા, ઝાકસીયા, વડત્રા, ભીમરાણા, વરવાળા, ગોરીયાળી, ટુંપણી, કોરાળા, કલ્યાણપુર, ખાખરડા, સીદસરા, ઉદેપુર, હડમતીયા, નંદાણા, ગોકલપુર, સૂર્યાવદર, રાજપરા, જામ ખીરસરા, મોખાણા, ઢેબર, હાથલા, મોરજર, મોટા ગુંદા, રૂૂપામોરા, મોટા કાલાવડ, મેવાસા અને વેરાડનો સમાવેશ કરવામાં આવેલ હતો. જેમાં કૃષિને લગતી કચેરીઓ જેવી કે ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું, પશુપાલન ખાતું, કૃષિ તાલીમ સંસ્થા, આત્મા તેમજ પ્રાકૃતિક બોર્ડ વગેરે જેવી કચેરીઓના અધિકારીઓએ હાજરી આપી હતી.
કૃષિ યુનિવર્સીટી અને સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ચોમાસું પાકોમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટેના આગોતરા પગલા, ચોમાસું પાકોની ખેતી પદ્ધતિ તેમજ બિયારણની નવીનતમ વિવિધ જાતો વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં કૃષિને લગતી કચેરીઓ જેવી કે ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું, પશુપાલન ખાતું, આત્મા તેમજ પ્રાકૃતિક બોર્ડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી સહાય યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત રજિસ્ટ્રી અને ઓનલાઈન અરજી કરવા વિષે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કૃષિ રથ યાત્રા દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવેલ એપ્લીકેશન કૃષિ પ્રગતિ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા બનાવવામાં આવેલ જેએયુ આઈકૃષિ સંહિતા વિષે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial