Advertisement
Author: નોબત સમાચાર

ડેન્ગ્યુ વિરોધી 'કયૂડેંગા' વેકિસનને મળી મંજુરી

જાપાનની કંપની દ્વારા નિર્મિત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૧: દેશની પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન 'ક્યૂડેંગા'ને ડીસીજીઆઈએ મંજૂરી આપી છે. જાપાનની તાકેદા કંપની દ્વારા મેક ઈન ઈન્ડિયા અંતર્ગત હૈદરાબાદમાં તેનું ઉત્પાદન થશે. ૪ થી ૬૦ વર્ષના લોકોને ત્રણ-ત્રણ મહિનાના અંતરે બે ડોઝ અપાશે. આ રસી ડેન્ગ્યુ થયો હોય કે ન થયો હોય, બંને માટે ઉપયોગી થશે.

ભારતમાં પહેલી વખત ડેંગ્યુની વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ તાકેદા નામની જાપાનની કંપનીની ક્યૂડેંગા વેક્સિનને લીલીઝંડી આપી છે. મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટના ભાગરૂપે ભારતની કંપની સાથે મળીને તાકેદા આ વેક્સિનનું ઉત્પાદન ભારતમાં જ કરશે. એની કિંમત વિશે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ તેનું ઉત્પાદન હૈદરાબાદમાં થશે. ડેંગ્યુ થયો હશે કે તો પણ અને નહીં થયો હોય તો પણ આ વેક્સિન લઈ શકાશે.

જાપાનની તાકેદા કંપનીની ક્યૂડેંગા વેક્સિન ચાર વર્ષના બાળકથી લઈને ૬૦ વર્ષની વય સુધીના લોકોને આપી શકાશે. ત્રણ-ત્રણ મહિનાના અંતરે બે ડોઝ આપવામાં આવશે. ૦.૫ મિલીલીટરનો પ્રત્યેક ડોઝ અપાશે. ચામડીની નીચે ઈન્જેક્શનની જેમ તેનો ડોઝ મળશે. અત્યાર સુધી ભારતમાં ડેંગ્યુ વિરોધી કોઈ રસી અવેલેબલ ન હતી. આ પહેલી વખત છે જ્યારે દેશમાં ડેંગ્યુ સામે રસી ઉપલબ્ધ બની છે.

મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટના ભાગરૂપે બાયોફાર્માસ્યૂટિકલ્સ ઈન્ડિયા સાથે મળીને હૈદરાબાદમાં આ વેક્સિનનું ઉત્પાદન થશે.ક્યૂડેંગાનું ગ્લોબલી ક્લિનિકલ ટ્રાયલ થઈ ચૂક્યું છે અને તેને સલામત જાહેર કરવામાં આવી છે છતાં ભારતમાં જેમને આ વેક્સિન અપાશે તેમના સ્વાસ્થ્ય પર છ મહિના સુધી નજર રાખવામાં આવશે. આ વેક્સિન લગાવતા પહેલાં એવી તપાસ કરવી પડશે નહીં કે જે તે વ્યક્તિને અગાઉ ડેંગ્યુ થયો છે કે નહીં. જેમને ડેંગ્યુનું સંક્રમણ થયું હશે તે પણ લગાવી શકશે અને નહીં થયું હોય એમના માટે પણ આ ઉપયોગી થશે. આ વેક્સિનના ફેઝ-૧, ફેઝ-૨ અને ફેઝ-૩ એમ ત્રણ તબક્કામાં ૧૯ ક્લિનિકલ ટ્રાયલ થઈ ચૂક્યા છે. ૨૮ હજારથી વધારે લોકો પર પ્રયોગ થયો પછી તેને માન્યતા અપાઈ છે.

દુનિયાના ૧૨૫ દેશોમાં ડેંગ્યુના કેસ નોંધાય છે. એમાંથી ભારત એવા દેશોમાં સામેલ થાય છે જ્યાં ખાસ તો ચોમાસામાં મોટી સંખ્યામાં લોકોને ડેંગ્યુ થાય છે. ભારતમાં અનેક પ્રયાસો છતાં દર વર્ષે ડેંગ્યુ માથું ઉંચકે છે. જાપાનની કંપનીએ દાવો કર્યો હતો કે આ વેક્સિનથી ભારતમાં ડેંગ્યુના કેસમાં નિયંત્રણ આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh