Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમનો દંડ ભરવા આદેશઃ
જામનગર તા. ૨૧: ધ્રોલના એક આસામી સામે રૂ।.૩ લાખના ચેક પરતની કરવામાં આવેલી ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને રૂ।.૩ લાખનો દંડ ફટકાર્યાે છે.
ધ્રોલના અશ્વિન કરશનભાઈ લીંબાસીયા નામના આસામીએ જામનગરની નિલકમલ સોસાયટીમાં રહેતા મયુરસિંહ વાઘેલા પાસેથી રૂ।.૩ લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં રજૂ કરાતા સ્ટોક પેમેન્ટના શેરાથી પરત ફર્યાે હતો. અદાલતમાં અશ્વિન કરશનભાઈ સામે ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને રૂ।.૩૦ લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial