Advertisement
Author: નોબત સમાચાર

લતીપુરમાં જીવદયા ગૌસેવા સમાજ ટ્રસ્ટની ૨૭ વર્ષથી ગૌસેવાની ઉમદા અનુકરણીય કામગીરી

રાજ્યપાલશ્રીએ જીવદયાની કામગીરીને બીરદાવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: લતીપુરમાં આવેલ 'મહેતા લક્ષ્મીચંદ જેઠાભાઈ પરિવાર સંચાલિત જીવદયા ગૌસેવા સમાજ ટ્રસ્ટ'ની ગૌશાળાના અગ્રણીઓ દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમ્યાન ટ્રસ્ટના પ્રમુખ ગણેશભાઈ મુંગરા તેમજ ટ્રસ્ટીઓ અરવિંદભાઈ જોશી, ગાંડુભાઈ ઝાલાવાડિયા અને જેન્તિભાઈ તરપદાએ રાજ્યપાલશ્રીને ગાયનું શુદ્ધ ઘી, ગૌમૂત્ર અર્ક અને સ્મૃતિચિહ્ન ભેટ આપીને આવકાર્યા હતા.

છેલ્લા ૨૭ વર્ષથી અવિરતપણે કાર્યરત આ સંસ્થા દ્વારા હાલ ૯૪૦ જેટલા અબોલ પશુધનની સંપૂર્ણ પ્રેમ અને નિષ્ઠાપૂર્વક સંભાળ લેવામાં આવી રહી છે. પશુધનની સારસંભાળની સાથે-સાથે આ ગૌશાળાના પરિસરમાં માનવસેવા કાજે એક અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવી રહ્યું છે, જે પશુસેવા અને માનવસેવાનો સુંદર સમન્વય દર્શાવે છે. રાજ્યપાલશ્રીએ ગૌશાળાની આ દીર્ઘકાલીન સેવાકીય પ્રવૃત્તિઓની ઊંડી પ્રશંસા કરી હતી. તેમણે છેલ્લા અઢી દાયકાથી વધુ સમયથી સેવારત રહીને ૯૦૦થી વધુ પશુધનની જતનપૂર્વક રક્ષા કરવા બદલ અને સાથે જ અન્નક્ષેત્ર દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરવા બદલ ટ્રસ્ટની સમગ્ર ટીમને હૃદયપૂર્વક બિરદાવી હતી અને સંસ્થાની આ જીવદયાની ઉમદા કામગીરીને અનુકરણીય ગણાવી અભિનંદન પાઠવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh