Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટરશ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં
ખંભાળિયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા જિલ્લાની માર્ગ સલામતીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોનું જીવન અમૂલ્ય છે તેમ જણાવી કલેકટરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ અનધિકૃત ગેપ ઇન મીડિયન બંધ કરવા તેમજ જો ગેપ ઇન મીડિયન પુનઃ શરૂ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ માર્ગ સલામતી સમિતિની માર્ગદર્શિકાઓનો ચુસ્તપણે અમલ થઈ તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.
ઉપરાંત, કલેકટરે હાઈવે તેમજ અન્ય માર્ગો નજીક અનધિકૃત દબાણો, ઇમારતો દૂર કરવાની કામગીરી કરવા પણ સૂચનાઓ આપી હતી. તેમજ હિટ એન્ડ રન અંતર્ગત કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. તદ્ઉપરાંત, જિલ્લામાં નિર્માણ થનાર માર્ગો તેમજ રિ-સર્ફેસિંગ માર્ગો પર યોગ્ય લેવલ જળવાઈ તે અંગે કલેકટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર એમ.વી.દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક મિત રુદલાલ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, એ.આર.ટી.ઓ જી.વી.તલસાણિયા તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહૃાાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial