Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમંતભાઈ ખવાનો આક્રોશ
જામનગર તા. ૨૦: જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામજોધપુર-લાલપુર વિસ્તારના આમઆદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં થાઈરોઈડ રોગના રિપોર્ટ કે ટેસ્ટની કોઈ સુવિધા નહીં હોવા અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઓકટોબર ૨૦૨૬થી હોસ્પિટલમાં ટેસ્ટીંગ મશીન બંધ છે. જેથી ગરીબ દર્દીઓને ખાનગી લેબમાં મોંઘા ભાવે થાઈરોઈડના રિપોર્ટ કરાવવા પડે છે. હોસ્પિટલમાં આ સુવિધા વહેલી તકે મફત શરૂ કરવા તેમણે રજૂઆત કરી હતી.
ઊર્જા કંપનીઓની જોહુકમી અને પોલીસ પ્રોટેકશનના આડ હેઠળ થઈ રહેલા દબાણો સામે ઉગ્ર રજૂઆત કરી હતી. લાલપુર તાલુકાના ધરમપુર ગામે નદીના પ્રવાહને અવરોધીને ઊભા કરવામાં આવેલા પોલ સામે તંત્રનું ધ્યાન દોરી રજૂઆત કરવામાં આવી હતી. પોતાની માલિકીની ખેતીની જમીન ધરાવતા ખાતેદારોના ખેતરોમાંથી કોઈ પણ પૂર્વ નોટીસ કે વળતર ચૂકવ્યા વગર ટેલિગ્રાફ એકટની કલમ-૧૬નો આશરો લઈ પોલીસ પ્રોટેકશન મેળવીને જબરદસ્તીથી ટ્રાન્સમીશન લાઈનો પસાર કરવામાં આવી રહી છે, જે ખેડૂતો સાથે સરેઆમ અન્યાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial