Advertisement
Author: નોબત સમાચાર

ઓશવાળ કોલોનીનો માર્ગ ખોદકામ પછી અણધડ રીતે પુરાયેલા ખાડાથી અતિ જર્જરીત

વાહનચાલકો - રાહદારીઓને ભારે પરેશાની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર શહેરમાં એમ.પી. શાહ માર્ગ (સુમેર કલબ રોડ)થી ઓશવાળ કોલોનીને જોડતો માર્ગ જે ભગવતી હોસ્પિટલ પાસેથી પસાર થાય છે. આ રસ્તો ઓશવાળ કોલોની, શંકર ટેકરી ઉદ્યોગનગર, રણજીતનગર વિગેરે વિસ્તારોને જોડતો જાહેર માર્ગ છે અને આ રસ્તા ઉપર દ્વીચક્રી વાહનની ખુબ જ અવરજવર રહે છે. તે જાહેર રસ્તા ઉપર થોડા દિવસો અગાઉ ખોદકામ કરવામાં આવેલ હતું અને ખોદકામ કર્યા પછી વ્યવસ્થિત સમારકામ કરવામાં આવેલ નથી. જેથી લોકો ખુબ જ પરેશાની ભોગવી રહ્યા છે.

ખોદકામ કર્યા પછી કામગીરી પૂર્ણ થયા પછી આ જાહેર રસ્તાર ઉપર જયાં ખોદકામ કરવામાં આવેલ હતું ત્યાં કાંકરી પાથરી દેવામાં આવેલ છે. જેના કારણે દ્રીચક્રી વાહનો સ્લીપ થઈ વાહન અકસ્માત થવાનો ભય રહેલ છે અને આવા કોઈ વાહન અકસ્માત થાય તો વાહન ચાલકને ઈજાઓ થાય અથવા નુકસાન થાય તેવી પુરી દહેશત છે.

આ સમસ્યા અંગે શિરીષભાઈ સાવલા નામના જાગૃત નાગરિકે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી ત્યારે ૨૨-૬-૨૬ના કાર્યક્રમમાં મનપાના વો.વ. વિભાગના કા.પ. ઈજનેર તરફથી એવો જવાબ મળ્યો કે પાણીની પાઈપલાઈન નાંખવાનું કામ પુરૃં થયું છે અને મેટલીંગ કરી તેમજ રોલીંગ કરી રોડનું લેવલીંગ કરવામાં આવ્યું છે, વધારાની ગ્રીટને સ્થળ પરથી દૂર કરવામાં આવી છે. પણ શિરીષભાઈ સાવલાએ હાલની રસ્તાની સ્થિતિના ફોટોગ્રાફસ આધાર પુરાવા સાથે રજુ કરી જણાવ્યું છે કે, આજની તારીખે પણ લાખો માર્ગ અણધડ રીતે ખાડા પુરાયા છે અને માર્ગ ખૂબ જ જર્જરીત છે.

આ અતિ વ્યસ્ત અને ઉપયોગી માર્ગને તાકિદે વ્યવસ્થિત કરવા તેમણે માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh