Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરીના પ્રશ્ને વોર્ડ નંબર ૪ માં લોકોના ધરણાં

મ્યુનિ. કમિશનરને પાઠવાયું આવેદન

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરના વોર્ડ નંબર ૪ માં પ્રિ-મોન્સુન કામગીરી તથા સિવરની પાઈપલાઈનના મુદ્દે સ્થાનિકો દ્વારા પૂર્વ કોર્પોરેટરની આગેવાનીમાં ધરણાં કરવામાં આવ્યા હતાં અને કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા ગઈકાલે યોજાઈ હતી. તે પહેલા પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણિયાની આગેવાનીમાં વોર્ડ નંબર ૪ ના સ્થાનિક રહેવાસીઓ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને મ્યુનિ. કમિશનર દિપેશ કેડિયાને આવેદનપત્ર પાઠવાયું હતું.

જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે વોર્ડ નંબર ૪ ના ભિમવાસ, સિદ્ધેશ્વર, ઈન્દિરા, મધુવન વગેરે સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે. અહિં વ્યવસ્થિત પ્રિ-મોન્સુન કામગીરી કરવાની જરૂર છે, નહીં તો આગામી વરસાદમાં પણ આવી જ સ્થિતિ ઊભી થશે.

અહીં બોક્સ કેનાલનું કામ પૂર્ણ થયું તેને લાંબો સમય પસાર થઈ ગયો છે, છતાં કેનાલ બાબતે ઊડાવ જવાબો આપવામાં આવે છે. સિવિલ શાખામાંથી એવો જવાબ આપવામાં આવે છે કે હવેનું કામ ભૂગર્ભ ગટર વિભાગનું છે. ભૂગર્ભ ગટર વિભાગ ધ્યાન આપતું નથી. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે, પરંતુ તેઓ પણ દાદ આપતા નથી.

વર્ષ ર૦ર૪ માં વરસાદ પછી પણ ૩ દિવસ સુધી લોકોના ઘરમાં પાણી ભરાયા હતાં છતાં પ્રશાસને કોઈ નોંધ લીધી નથી.

આ ધરણાં-રજૂઆતમાં પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ, રચનાબેન નંદાણિયા, મીનાબેન ચૌધરી સહિતનાઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh