Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની નિમણૂક

મહિલા મોરચાના ઉપપ્રમુખ-મંત્રી પણ વરાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરના ભાજપના સંગઠન પ્રભારી ધનસુખભાઈ ભંડેરી અને શહેર અધ્યક્ષા બિનાબેન કોઠારીએ પરામર્શ કરીને બક્ષી પંચ મોરચામાં પ્રમુખ-મહામંત્રીની નિમણૂક કરવામાં આવી છે.

જેમાં વોર્ડ નંબર ૬ મા પ્રમુખ તરીકે સતિષભાઈ ઈશ્વરદાસ હરિયાણી તથા મહામંત્રી તરીકે મુકેશભાઈ્ લક્ષ્મણભાઈ ચૌહાણ અને વેરસીભાઈ દાવાભાઈ માલણ, વોર્ડ નંબર ૯ મા પ્રમુખ તરીકે હિતેષભાઈ અશોકભાઈ ભટ્ટી અને મહામંત્રી તરીકે શાંતિલાલ રાવજીભાઈ બારડ અને નિર્મલભાઈ ખીમજીભાઈ નકુમ, વોર્ડ નંબર ૧૧ મા પ્રમુખ તરીકે કિશોરભાઈ જેન્તિભાઈ ચંદ્રેશા અને મહામંત્રી તરીકે દિલીપભાઈ પરસોત્તમભાઈ નકુમ અને વિપુલભાઈ કાંતિભાઈ પરમાર, વોર્ડ નંબર ૧ર મા પ્રમુખ તરીકે લક્ષ્મણભાઈ માધુભાઈ પરમાર તેમજ મહામંત્રી તરીકે જેઠાભાઈ જીવાભાઈ કણઝારિયા અને વિજયભાઈ દેવજીભાઈ ખાણધર, વોર્ડ નંબર ૧૩ મા પ્રમુખ તરીકે પરેશભાઈ રમણિકભાઈ જાદવાણી તથા મહામંત્રી તરીકે મેહુલભાઈ મનસુખભાઈ રાઠોડ અને રવિભાઈ અરવિંદભાઈ ચાવડા તેમજ વોર્ડ નંબર ૧૪ મા પ્રમુખ તરીકે પરેશભાઈ વૃજલાલ રાઠોડ અને મહામંત્રી તરીકે રોહિતભાઈ ગંગાજડિયા અને રાકેશભાઈ પારેજિયાની નિમણૂક થવા પામી છે.

જ્યારે વોર્ડ નંબર ૧પ મા પ્રમુખ તરીકે અવિનાશભાઈ માનસુરિયા અને મહામંત્રી તરીકે રોહિતભાઈ કણઝારિયા અને ચેતનભાઈ દુધરેજા તેમજ વોર્ડ નંબર ૧૬ મા પ્રમુખ તરીકે ચંદ્રેશભાઈ જેન્તિભાઈ કણઝારિયા, મહમંત્રી તરીકે આશિષભાઈ રમેશભાઈ સાંખર અને હિતેષભાઈ દિનેશભાઈ ટીટાને નિમણૂક આપવામાં આવી છે.

વોર્ડ નંબર ર મા પ્રમુખ તરીકે અરજણભાઈ ડાંગર, મહામંત્રી તરીકે ગૌરવભાઈ પ્રવિણભાઈ સોલંકી અને પલકભાઈ બારોટ, વોર્ડ નંબર પ મા પ્રમુખ તરીકે રસિકભાઈ જેન્તિભાઈ કડેચા તેમજ મહામંત્રી તરીકે જગદિશભાઈ ધરણાંતભાઈ ડાંગર અને વિકીરાજ કિરીટભાઈ બારોટ અને વોર્ડ નંબર ૧૦ માં પ્રમુખ તરીકે કેતનભાઈ ભિખુભાઈ ઢાપા અને મહામંત્રી તરીકે ભાર્ગવભાઈ જેઠવા અને વિજયભાઈ હિતેષભાઈ પારજિયાનો સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત મહિલા મોરચાના હોદ્દેદારો-કારોબારીમાં સભ્યની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં ઉપપ્રમુખ તરીકે મનીષાબેન સુંબડ, મંત્રી તરીકે જૈતુનબેન બેલાઈ અને કારોબારી સભ્ય તરીકે રોશનબેન મંદ્રા, જીજ્ઞાબેન ગોસરાણી, મીલીબેન નંદા અને દક્ષાબેન આહિરનો સમાવેશ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh