Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ૦ હજારની પ્લેટ પણ ઉસેડાઈ ગઈઃ
જામનગર તા. ૨૧: ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામમાં આવેલી પવનચક્કીની એક કંપનીની સાઈટ પરથી ત્રણ સપ્તાહ પૂર્વે રૂ।.૧પ લાખના વાયર તથા રૂ।.પ૦ હજારની કોપર પ્લેટની ચોરી થઈ ગઈ છે.
ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામમાં આવેલી પાવરીકા રીન્યુએબલ ઈન્ફ્રા નામની પેઢીની પવનચક્કીની સાઈટ પરથી ગઈ તા.૩૦ જુનથી તા.૭ જુલાઈ દરમિયાન રૂ।.૧પ લાખના માલસામાનની ચોરી થઈ છે.
આ ચોરી અંગે પવનચક્કીની આ કંપનીના મેનેજર એસ.સી. પટેલે ગઈકાલે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ આ સાઈટ પર દરવાજો ખોલી અંદર ઘૂસેલા કોઈ તસ્કરોએ રૂ।.પ૦ હજારની કિંમતની કોપર પ્લેટ તથા માલસામાનની ચોરી કરવા ઉપરાંત પવનચક્કીની અંદરથી રૂ।.૧પ લાખના વાયરની પણ ઉઠાંતરી કરી લીધી છે. પીએસઆઈ જે.ટી. ચાવડાએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial