Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ દરોડામાં કુલ રૂ।.૨ લાખ ૪૮ હજારનો મુદ્દામાલઃ
જામનગર તા. ૨૧: કલ્યાણપુરના લાંબા ગામમાંથી ચાર શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. દ્વારકામાંથી અમદાવાદ જિલ્લાના ચાર તીનપત્તી રમતા મળી આવ્યા છે અને ખંભાળિયાના દાત્રાણામાં મકાનમાં તીનપત્તી રમતા સાત સામે ગુન્હો નોંધાયો છે.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં ગઈકાલે રાત્રે પોલીસે પાડેલા દરોડામાં અરજણભાઈ પાલાભાઈ ચેતરીયા, હમીર જેઠાભાઈ રાવલીયા, અજય સામતભાઈ ચાનપા, રાજશી જેઠાભાઈ રાવલીયા નામના ચાર શખ્સ રૂ।.૬પ૦૦ સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.
દ્વારકા શહેરમાં ઈસ્કોન ગેઈટ નજીક રવિવારે રાત્રે જાહેરમાં તીનપત્તી રમતા પુંજાજી ડાયાજી ઠાકોર, જીગર કમલેશભાઈ પટેલ, ભૂપેન્દ્ર જમનભાઈ પટેલ, રોહિત મહેન્દ્રભાઈ પટેલ નામના ચાર શખ્સ રૂ।.૭૪૦૦ની રોકડ તથા ત્રણ મોબાઈલ સાથે પકડાઈ ગયા છે.
ખંભાળિયા તાલુકાના દાત્રાણા મોરાની ધાર પાસે વાડી વિસ્તારમાં રામભાઈ વજસીભાઈ ચાવડાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી રવિવારે રાત્રે પોલીસે પાડેલા દરોડામાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા રામભાઈ તથા જુગાર રમતા હેભાભાઈ આલાભાઈ ચાવડા, ગોવિંદ મેરામણભાઈ ચાવડા, ભાયાભાઈ રાજસીભાઈ બેરા, ઈમરાન આમદ ચાવડા, જેસાભાઈ કાળુભાઈ માડમ નામના છ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રોકડ, બે મોબાઈલ, બે બાઈક મળી રૂ।.૧,૫૨,૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial