Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈમાં ફટકારેલી ડબલ સેન્ચુરીની સ્મૃતિઓ વાગોળી
જામનગર તા. ર૧: ક્રિકેટ વિશ્વના મહાન ઓલરાઉન્ડર ક્રિકેટર સર ગારફીલ્ડ સોબર્સના નિધન અંગે જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
જામસાહેબે તેમના સંદેશામાં જણાવ્યું છે કે સોબર્સ એક બીનવિવાદાસ્પદ સંપૂર્ણપણે ઓલરાઉન્ડર ક્રિકેટર હતાં. તેમણે બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગમાં કાયમ માટે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું હતું. સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે તેઓ બન્ને હાથે (ડાબોડી અને જમણોની) બેટીંગ-બોલીંગ-ફીલ્ડીંગ કરી શકતા હતાં, ખાસ કરીને ફિલ્ડીંગમાં ડાબોડી હોવા છતાં જમણા હાથે પરફેક્ટ થ્રો કરી શકતા હતાં.
બોલીંગમાં પણ સોબર્સ ફાસ્ટ બોલીંગ, મીડિયમ પેસ બોલીંગ તથા સ્પીન બોલીંગ કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા હતાં. બેટીંગમાં સોબર્સ ઓપનીંગથી લઈને ટેઈલ એન્ડર તરીકે પણ મોટો સ્કોર કરી શકતા હતાં. નવાઈની વાત એ છે કે છઠ્ઠા ક્રમે આવીને તેમણે સૌથી વધુ વખત રેકર્ડ બ્રેક જુમલા નોંધાવ્યા છે. તેમણે સારા વિકેટકીપર તરીકે પણ નામના મેળવી હતી.
જામસાહેબે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના મુંબઈના બેબ્રોર્ન સ્ટેડિયમ પર રમાયેલા ટેસ્ટ મેચની યાદોને વાગોળતા જણાવ્યું છે કે આ ટેસ્ટ મેચ દરમિયાન તેઓ સવારે નવ વાગ્યે સ્ટેડિયમ ક્લબ હાઉસમાં સ્કવોશ રમવા ગયા ત્યારે સોબર્સ ક્લબ હાઉસમાં વાઈન પી રહ્યા હતાં. થોડીવાર પછી તમના રૂમમાં જઈ સ્નાન કરી બેટીંગમાં ઉતર્યા, તેઓ આગલા દિવસની રમતના અંતે ર રને દાવમાં હતાં, અને બેટીંગમાં ગયા પછી આખો દિવસ બેટીંગ કરી ડબલ સેન્ચુરી કરી હતી.
ક્રિકેટ વિશ્વએ એક ફેન્ટાસ્ટીક અને મહાન ક્રિકેટર ગુમાવ્યા છે. ઈશ્વર તેમના પુણ્યાત્માને શાંતિ અર્પે તથા સોબર્સને પુનઃ જન્મ આપી ક્રિકેટ જગતમાં મોકલવા પ્રાર્થના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial