Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ મહિના પહેલાં બંને જૂથ સામે નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૧: જામનગરના વોર્ડ નં.૧રના બે કોર્પોરેટર તથા તેમના જૂથના ર૭ શખ્સ સામે ત્રણ મહિના પહેલા ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયા પછી ગઈકાલે અદાલતમાં પોલીસે તમામ ર૯ આરોપી સામેનું ચાર્જશીટ રજૂ કર્યંુ છે.
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧રના બે નગરસેવક સહિત ર૯ શખ્સ સામે ગયા એપ્રિલ મહિનામાં ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેમાં નગરસેવક અલ્તાફ ખફી અને તેના જૂથના ૧૧ તેમજ નગરસેવક અસલમ ખીલજી અને તેના જૂથના ૧૮ સામે ગુન્હાની નોંધ થઈ હતી.
ગયા વર્ષે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા અસલમ ખીલજી પર ગઈ તા.ર૯ ડિસેમ્બરની સાંજે ભીડભંજન મંદિર રોડ પર હુમલો થયો હતો. તે પછી બંને જૂથ સામસામે આવી ગયા હતા અને ફાયરીંગ પણ નોંધાવા પામ્યું હતું.
ઉપરોકત ગુન્હાઓમાં આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળની પોલીસ ટીમે તપાસ અહેવાલ તેમજ સાહેદોના નિવેદન સાથેનું ચાર્જશીટ તૈયાર કરી ગઈકાલે અદાલતમાં રજૂ કર્યું છે. જેમાં તમામ ર૯ આરોપીની ક્રાઈમ કુંડળી વિગતવાર રજૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial