Advertisement
Author: નોબત સમાચાર

હા...શ... અંતે, ખંભાળીયામાં શરૂ થઈ સફાઈ !

વોર્ડ નં. ૮માં એકસાથે વાહનો-મશીનો દ્વારા સંકલિત કામગીરી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયા શહેરમાં ગંદકીના વ્યાપક પ્રશ્નો હોય, આ બાબતે પાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓને સાંસદ તથા ધારાસભ્ય દ્વારા સૂચના અપાવામાં આવી હતી. ગંદકી બાબતે ફરિયાદો પણ વ્યાપક થઈ હતી. જે પછી પાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા દ્વારા પ્રથમ વખત સમગ્ર વોર્ડમાં મોટા પ્રમાણમાં મશીનરી અને સ્ટાફ સાથે કામગીરી કરી આખા વોર્ડને સંપૂર્ણ સાફ કરવાનું આયોજન કરીને વોર્ડ નં. ૮માં રામનાથ સોસાયટી મેઈન રોડ તથા વિસ્તારોમાં એકસાથે સફાઈ કાર્ય કરીને સફાઈ કરવાની સાથે કચરો એકઠો થઈને તેનો નિકાલ સાથે તેના માટે ગાડીઓ તથા જરૂરી સાધનોની સાથે સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી હતી. લગભગ દોેઢેક માસથી રામનાથના મેઈન રોડ પર બંને તરફ કચરાના ઢગલા પડયા હોય, તથા કચરો ઉપાડવા ના આવતા હોય, લોકો ભારે પરેશાન હતા જેની એક જ દિવસમાં સામૂહિક સફાઈથી લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh