Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જંતર-મંતર પર ફરી ચળવળ શરૃઃ સંસદ કૂચ યથાવતઃ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી દોહરાવાઈઃ ચૂસ્ત બંદોબસ્ત
નવી દિલ્હી તા. ૨૧: જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીએ પુનઃ તંબુ ઉભો કરીને ચળવળ આદરી અને સંસદકૂચનો કાર્યક્રમ યથાવત રાખવાની જાહેરાત કરી, તો બીજી તરફ ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ભારતના ખેડૂતોને નુકસાનની આશંકા સાથે હજારો ખેડૂતો દિલ્હી ભણી કૂચ કરવાના હોવાના સંકેતો મળતા જ શંભુ બોર્ડર પર હાઈએલર્ટ આપી દેવાયુ છે. ગઈકાલે થયેલા સંઘર્ષ પછી વિપક્ષો મોદી સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા છે, અને સંસદના બન્ને ગૃહો આજે પણ હોબાળાના કારણે સ્થગિત કરવા પડયા છે.
એક તરફ કોકરોચ જનતા પાર્ટીની ચળવળ ચાલુ રહી છે અને સંસદ કૂચની ફરી જાહેરાત થઈ છે, તો બીજી તરફ ભારત-અમેરિકા એફટીએ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 'દેશ બચાવો મોરચા'ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. એફટીએ રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે.
શંભુ બોર્ડર પર કલમ ૧૬૩ અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે એફટીએથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે. એફટીએ કરારને તુરંત રદ્દ કરવાની માગ સાથે 'દેશ બચાવો મોરચા'ના આહ્વાન પર પંજાબથી હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે શંભુ બોર્ડર પર એકઠા થઈ રહૃાા છે.
આ આંદોલનને વેગ આપવા માટે દિલ્હીમાં યોજાનારી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા જઈ રહેલા ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીની હરિયાણા પોલીસે અટકાયત કરી લેતા વાતાવરણ વધુ ગરમાયું છે.
ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને શંભુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવીને વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. કોઈપણ હિંસા, અશાંતિ કે નુકસાનને રોકવા માટે પોલીસ દળ એન્ટી-રાયટ ગિયર સાથે તહેનાત છે. અમૃતસર અને ગુરદાસપુર તરફથી ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચવા માટે તૈયાર થઈ રહૃાો છે.
ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે જો ભારત અને અમેરિકા વચ્ચે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અમલી બનશે, તો તેની સીધી અને ગંભીર અસર ભારતીય ખેતી, ડેરી ઉદ્યોગ અને ગ્રામીણ વિસ્તારના લોકોની આજીવિકા પર પડશે. વિદેશી કૃષિ ઉત્પાદનો ભારતીય બજારમાં આવવાથી સ્થાનિક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે અને નાના ખેડૂતોનો વ્યવસાય ઠપ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
આ આંદોલનને સમર્થન આપવા માટે સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના દિગ્ગજ નેતાઓ પણ શંભુ બોર્ડર પર પહોંચી રહૃાા છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંઢેર પણ આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય ચહેરો છે. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી સરકાર તેમની માગણીઓ પર યોગ્ય ધ્યાન નહીં આપે, ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે. આ મામલો દેશની વ્યાપાર નીતિ અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો હોવાથી હાલ સમગ્ર દેશની નજર આ ઘટનાક્રમ પર ટકેલી છે.
આ તરફ ગઈકાલે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીની *સંસદ ચલો* માર્ચ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતા ૧૧૮થી વધુ પોલીસકર્મીઓ સહિત અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા. પોલીસે ટિયર ગેસ છોડી લાઠીચાર્જ કર્યો. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સીજેપીએ મંગળવારે પણ સંસદ માર્ચ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
ચોમાસુ સત્રના પહેલા જ દિવસે દિલ્હીમા જંતર-મંતર વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત *સંસદ ચલો* માર્ચ દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું. સ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો. આ ઘટનામાં ૧૧૮થી વધુ પોલીસ કર્મચારીઓ સહિત અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે.
તણાવપૂર્ણ વાતાવરણ અને પોલીસ કાર્યવાહી છતાં સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ મધરાતે જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમનું આંદોલન અટકશે નહીં અને મંગળવારે પણ સંસદ તરફ માર્ચ ચાલુ રાખવામાં આવશે.
સોમવારે દિવસે દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી ઝ્રત્નઁનું મંચ અને બેરિકેડ્સ હટાવી દીધા હતા. પરંતુ સોમવારે મોડી રાત્રે જંતર-મંતર પર સેંકડો પ્રદર્શનકારીઓ ફરી ભેગા થઈ ગયા હતા અને તેમણે નવો તંબૂ તેમજ અસ્થાયી મંચ ઊભો કરી દીધો હતો.
સીજેપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ગત ૬ જૂનથી જંતર-મંતર પર સતત પ્રદર્શન કરી રહૃાા છે. તેમની મુખ્ય માંગણી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાની છે. શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પણ આ આંદોલનના સમર્થનમાં અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠા હતા. જોકે, તબિયત લથડતાં દિલ્હી પોલીસે તેમની અટકાયત કરીને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
એક તરફ રસ્તા પર હિંસક માહોલ હતો, તો બીજી તરફ સરકારે વાટાઘાટોનો માર્ગ ખુલ્લો રાખ્યો હતો. ગઈકાલે સીજેપીના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે બે વાર બેઠક કરી હતી. સાંજે ૪ વાગ્યે સીજેપીના પ્રતિનિધિઓએ જે.પી. નડ્ડાને મળીને પોતાની ૩ મુખ્ય માંગણીઓ ધરાવતું લેખિત મેમોરેન્ડમ સોંપ્યું હતું.
સ્થિતિ વણસતી જોઈને દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે આ હિંસા પાછળ કોઈ મોટું કાવતરું છે કે કેમ તેની તપાસ શરૂ કરી દીધી છે. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વીડિયોના આધારે તપાસ ચાલી રહી છે. અનેક એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફરીથી માર્ચ કરવાની જાહેરાત બાદ સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial