Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧૧,૭૨૦ રોકડા પોલીસ દ્વારા કબજે કરાયાઃ
જામનગર તા. ૨૧: જામજોધપુરના પરડવા ગામમાં એક ઝાડ નીચે તીનપત્તી રમતા ત્રણ મહિલા સહિત નવને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ।.૧૧,૭૨૦ રોકડા કબજે કરાયા છે. જ્યારે જામજોધપુર શહેરમાંથી એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો.
જામજોધપુર તાલુકાના પરડવા ગામની ભાણપર સોસાયટી વિસ્તારમાં ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિઓ જુગાર રમતા હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે લીમડાના ઝાડ નીચે ગંજીપાનાથી જુગાર રમતા સવજીભાઈ રૂડાભાઈ હિંગોરા, પરેશ વલ્લભભાઈ કટારીયા, ઈસ્માઈલ મામદભાઈ જખરાણી, રામભાઈ બાબુભાઈ ગાગડીયા, બાવનજીભાઈ મંગાભાઈ ભટાસણીયા, વિશાલ ગોવિંદભાઈ ગુજરાતી તથા જલ્પાબેન રામભાઈ ગાગડીયા, હંસાબેન મુકેશભાઈ ગુજરાતી, શોભનાબેન દેવાભાઈ ગુજરાતી નામના નવ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૧,૭૨૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર શહેરના પટેલ સમાજ પાસેથી બધાભાઈ રામાભાઈ છેલાળા જાહેરમાં વર્લીના આંકડા લખતા મળી આવ્યા છે. રોકડ, આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial