Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલના બે શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૧: ધ્રોલના એક આસામીએ રૂ।.રપ હજાર ૧૦ ટકાના વ્યાજે લીધા પછી વ્યાજ પેટે રૂ।.૧ લાખ ૧પ હજાર ચૂકવી આપ્યા પછી પણ વ્યાજખોર તથા તેના સાગરિતે બળજબરીથી પૈસા કઢાવવા માટે તજવીજ કરતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
ધ્રોલ શહેરના ચંદનવાસમાં વસવાટ કરતા જીવણભાઈ દેવજીભાઈ ચાવડા નામના આસામીએ વર્ષ ૨૦૨૩ના ઓગસ્ટ મહિનામાં ધ્રોલની નંદનવન સોસાયટીમાં વસવાટ કરતા તૌસિફ જુસબભાઈ દલ પાસેથી રૂ।.રપ હજાર ૧૦ ટકાના વ્યાજે લીધા હતા.
જ્યાં સુધી મુદ્દલ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી દર મહિને રૂ।.રપ૦૦ લેખે જીવણભાઈએ રૂ।.૧ લાખ ૧પ હજાર ચૂકવી આપ્યા હતા. તેમ છતાં વ્યાજ તથા મુદ્દલની ઉઘરાણી કરી તૌસિફ હેરાન પરેશાન કરતો હતો. તે દરમિયાન તૌસિફના કહેવાથી મુસ્તુફા નામના શખ્સે પણ ઉઘરાણી કરી બળજબરીપૂર્વક પૈસા કઢાવી લેવા માટે જીવણભાઈ તથા તેના પિતા સાથે તુચ્છકારથી વાત કરી વ્યાજ તથા મુદ્દલ માંગી જોઈ લેવાની ધમકી આપી હતી. ધ્રોલ પોલીસ મથકમાં જીવણભાઈએ તૌસિફ તથા મુસ્તુફા સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial