Advertisement
Author: નોબત સમાચાર

મેઘપરમાં મકાનમાંથી સોનાના દાગીનાની ચોરીઃ પરિવારના સભ્યો વગેરે સામે શંકા

રૂ।.પ૦,૫૦૦ના દાગીના ચોરાઈ ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: મેઘપરમાં વસવાટ કરતા એક આસામીના મકાનમાંથી ત્રણ મહિના પહેલાં એક મહિના સુધીમાં રૂ।.પ૦૫૦૦ની કિંમતના સોનાના દાગીના ચોરાઈ ગયા છે. આ આસામીએ પોતાના પરિવારના સભ્યો તેમજ ઉપરોક્ત સમય દરમિયાન અવરજવર કરનાર વ્યક્તિઓ સામે શંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના મેઘપર ગામમાં વસવાટ કરતા રાજેશભાઈ નરભેરામભાઈ અગ્રાવત નામના આસામીના મકાનમાં ગયા એપ્રિલ મહિનાની તા.ર૮થી મે મહિનાની તા.ર૮ સુધીમાં ચોરી થઈ ગયાની ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ બેએક મહિના સુધીમાં રાજેશભાઈના મકાનમાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરે બેડરૂમમાં પ્રવેશી ત્યાં રાખવામાં આવેલા કબાટને ખોલી નાખ્યા પછી તેમાં રહેલા લોકરમાંથી ત્રણ તોલા વજનનો સોનાનો હાર જેની કિંમત રૂ।.૩૦૩૦૦ આકારવામાં આવી છે તે તથા તે તોલા વજનનો પેંડલ સાથેનો ચેઈન જેની કિંમત રૂ।.૨૦૨૦૦ આકારવામાં આવી છે તે ચોરાઈ ગયા છે.

ઉપરોક્ત ચોરી અંગે રાજેશભાઈએ ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેમના પરિવારના સભ્યો તથા ઉપરોક્ત સમયગાળા દરમિયાન તેમના ઘરે આવેલા વ્યક્તિઓમાંથી કોઈએ ચોરી કર્યાની આશંકા વ્યક્ત કરી છે. પીઆઈ પી.ટી. જયસ્વાલના વડપણ હેઠળ પોલીસે તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh