Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હુમલામાં પતિ-પત્નીને માથામાં ઈજા થઈઃ
જામનગર તા. ૨૧: જામનગરના વિનાયક પાર્ક નજીકની મધુરમ્ સોસાયટીમાં ગઈકાલે દંપતી પર પાડોશમાં રહેતા પતિ, પત્ની તથા પુત્રએ હુમલો કરી ગાળો ભાંડી હતી. હુમલામાં પતિ-પત્નીને માથામાં ધોકાના ઘા વાગી ગયા હતા. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા વિનાયક પાર્ક નજીકની મધુરમ્ રેસીડેન્સીમાં મંદિર પાસે રહેતા નરેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ તથા તેમના પત્ની ગઈકાલે બપોરે પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં જ રહેતા હાર્દિકસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવાએ તેઓને ગાળો ભાંડી બોલાચાલી કરી હતી. તે દરમિયાન પ્રદ્યુમનસિંહ પ્રવીણસિંહ જેઠવા અને અરૂણાબા પ્રદ્યુમનસિંહ પણ દોડી આવ્યા હતા.
ત્રણેય વ્યક્તિએ ગાળો ભાંડ્યા પછી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત હાર્દિકસિંહે ધોકાથી હુમલો કરી નરેન્દ્રસિંહ તથા તેમના પત્નીને માથામાં ઈજા પહોંચાડી હતી. પ્રદ્યુમનસિંહે પતાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે દંપતી તથા તેના પુત્ર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial