Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સઘન ચકાસણીઃ
જામનગર તા. ર૧: જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા ગત્ સપ્તાહ દરમિયાન ખાણી-પીણીના ૪૧ ધંધાર્થીઓને તયાં ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી અને કુલ ૬૮ કિલો વાસી અને અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો.
જામનગરના મ્યુનિ. કમિશનર દિપેશ કેડિયાની સૂચનાથી ફૂડ વિભાગની ટીમ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી.
શહેરના બેડેશ્વર, રણજીતનગર, કાલાવડ નાકા બહાર, પાંચહાટડી, ઢીંચડા રોડ, ખોડિયા કોલોની, પેલસ રોડ સહિતના વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ, રેંકડીમાં ચેકીંગ કરાયું હતું. જ્યાંથી ૬ કિલો પ્રિન્ટેડ પસ્તી તેમજ ૬૮ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અમુક આઈસ ફેક્ટરીમાં તપાસણી દરમિયાન હાઈજૈનિક કન્ડીશન જાળવવાઅને સફાઈ, પાણીમાં કોલોરીનેશન કરવાની સૂચના આપવામાં આવી હતી.
એક પેઢી અન્વયે મળેલ ફરિયાદ મુજબ ત્યાંથી ખાદ્ય તેલનો નમૂનો લેવામાં આવ્યો હતો. ખાસ કરીને અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને ત્રણ પેઢીમાંથી મીઠાઈના ત્રણ નમૂના લેવાયા હતાં અનેે તમામ નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં.
આ સાથે ઓનલાઈન અને ઓફલાઈન ટેલીફોનિક મળેલ સૂચનો-ફરિયાદ અન્વયે તેનો નિકાલ કરવા કાર્યવાહી કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial