Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ રૂ।.સાડા સાત લાખની ઉઘરાણી કરી ધમકી અપાઈઃ
જામનગર તા. ૨૧: દ્વારકાના અંબુજાનગરમાં રહેતા એક યુવાને અઢી વર્ષ પહેલાં રૂ।.પ લાખ ૧પ ટકાના વ્યાજે લીધા પછી રૂ।.સાડા છ લાખ વ્યાજ પેટે ચૂકવી આપ્યા છતાં વ્યાજખોરે વધુ રૂ।.સાડા સાત લાખની માગણી કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દ્વારકાના અંબુજાનગર વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ ભક્તિધામ નજીકની શેરીમાં વસવાટ કરતા અને ઈલેકટ્રીક કામ કરતા નીલભાઈ રામજીભાઈ થોભાણી નામના યુવાને વર્ષ ૨૦૨૪ના નવેમ્બર મહિનામાં રૂ।.પ લાખ ૧પ ટકાના વ્યાજે નરસંગ ટેકરી પાસે રહેતા સુનિલ રામલખન નિશાદ પાસેથી મેળવ્યા હતા.
વ્યાજ પેટે નીલભાઈએ રૂ।.સાડા છ લાખ ચૂકવી આપયા હતા. ક્યારેક રોકડા તો ક્યારેક ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી તે રકમ આપી દીધી હોવા છતાં સુનિલે વધુ રૂ।.સાડા સાત લાખની ઉઘરાણી કરી સુનિલે ફોન પર અને રૂબરૂમાં પરેશાન કરી નીલભાઈ તથા અન્ય વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આખરે દ્વારકા પોલીસ મથકમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial