Advertisement
Author: નોબત સમાચાર

સ્નાન કરતા ભાવિકોને તણાતા અટકાવવા જુના ગોમતી ઘાટ પર રૂ।. ૭૭ લાખની સેફટી રેલીંગ

નદીમાં આવતા દરિયાઈ મોજાઓમાં

                                                                                                                                                                                                      

દ્વારકા તા.૨૧: યાત્રાધામ દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ પર સ્નાન કરવા ઊતરતા યાત્રિકોની સલામતીને વધુ મજબૂત બનાવવા દ્વારકા નગરપાલિકાએ મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી ગોમતી ઘાટ પર સ્નાન દરમિયાન યાત્રિકોના ડૂબવાના બનાવો સામે આવતા સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ હતી.

દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્વર્ણિમ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૭૭ લાખના ખર્ચે જૂના ગોમતી ઘાટ પર સેફ્ટી રેલિંગ લગાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

ગોમતી ઘાટ પર દરિયાના મોજા અને પાણીના પ્રવાહ વચ્ચે મોટી સંખ્યામાં યાત્રિકો સ્નાન કરવા ઊતરે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ઘાટ પરથી પાણી સુધી ઊતરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સેફ્ટી રેલિંગથી યાત્રિકોને ચઢવા-ઊતરતી વખતે મજબૂત સહારો મળશે તેમજ લપસી જવા કે સંતુલન ગુમાવવાનું જોખમ ઘટશે.

જૂના ગોમતી ઘાટના ઓવારે લગાવવામાં આવી રહેલી રેલિંગ યાત્રિકોની સલામતી માટે ઉપયોગી સાબિત થશે. નગરપાલિકાની આ કામગીરીથી યાત્રિકો વધુ સુરક્ષિત રીતે ગોમતી સ્નાનનો લાભ લઈ શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh