Advertisement
Author: નોબત સમાચાર

નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા અટકાવવા 'ફૂલપ્રૂફ સિસ્ટમ' તૈયારઃ પીએમ મોદી

એનડીએની સકારાત્મક ભૂમિકાઃ વિપક્ષો સાથ આપેઃ કિરણ રિજિજૂ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૧: 'નીટ' પેપરલીક અંગે પીએમ મોદીએ કહ્યું છે કે, ભવિષ્ય માટે ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવીશું અને દોષિતોને સજા અપાશે.

સંસદના ચોમાસુ સત્રમાં નીટ પરીક્ષા કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, કૌભાંડની માહિતી મળતા જ સરકારે ઝડપી કાર્યવાહી કરી ૧૩ લોકોની ધરપકડ કરી જેલમાં મોકલ્યા. વડાપ્રધાને ભવિષ્યમાં પેપરલીક રોકવા કડક પગલાંની ખાતરી આપી છે.

સરકારે દોષિતોને સજા અને ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે વિપક્ષને પણ સહયોગ કરવા અપીલ કરી છે.

કેન્દ્રિય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ નીટ મુદ્દે સરકારનો પક્ષ રાખતા જણાવ્યું છે કે, ગોટાળાની માહિતી મળતા જ સરકારે ત્વરિત અને કડક કાર્યવાહી કરી હતી. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે આ મામલે ૧૩ લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલાયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિલંબ વગર ફરીથી પરીક્ષા યોજી પરિણામ પણ જાહેર કરી દેવાયું હતું.

કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને ભવિષ્યમાં આવા પેરલીક અટકાવવા માટે લેવાઈ રહેલા સખત પગલાની રૂપરેખા આપી છે. સરકારે દોષિતોને સખતમાં સખત સજા આપવા અને ભવિષ્ય માટે સંપૂર્ણપણે 'ફૂલપ્રૂફ સિસ્ટમ' તૈયાર કરવા પર ભાર મૂક્યો છે જેથી નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત ન રમાય.

સંસદના મોનસુન સત્ર અંગે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે એનડીએ સત્ર દરમિયાન સકારાત્મક ભૂમિકા ભજવશે. દેશના હિત માટે લાવવામાં આવેલા બિલો અને કાયદકીય કામકાજને પસાર કરવા માટે અમે એકજુથ છીએ. તેમણે વિપક્ષને પણ અપીલ કરી હતી કે અલગ અલગ વિચારધારા હોવા છતાં દેશ, તેના ભવિષ્ય યુવાનોના હિત માટે તમામ પક્ષોએ મળીને કામ કરવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh