Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગળુ દાબી દીધા પછી ધમકી પણ આપીઃ
જામનગર તા. ૨૧: જામનગર નજીકના ચેલા ગામમાં એક સોસાયટીમાં રવિવારે સવારે પાણીની મોટર ચાલુ કરી ટાંકો ભરતા યુવાનને એક શખ્સે ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત ગળુ દબાવી દીધુ હતું. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર નજીકના ચેલા ગામ નજીક માધવ વિહાર સોસાયટીમાં રહેતા મનિષભાઈ ભરતદાસ નિમાવત નામના યુવાન રવિવારે સવારે ઘર પાસે આવેલી પાણીની મોટર ચાલુ કરી પાણી ટાંકામાં ઠલવતા હતા ત્યારે ભીમશીભાઈ ગોજીયા નામના શખ્સે સવારે ૯થી ૭ સુધી પાણી લેવાની મનાઈ છે તેમ કહ્યું હતું.
તેની સામે મનિષભાઈએ મારા માટે જ કેમ મનાઈ છે, બીજા પાણી ભરે છે તેમ કહેતા ઉશ્કેરાયેલા ભીમશીભાઈએ ઢીકાપાટુથી માર મારી ગળુ દબાવી દઈ ધમકી પણ આપી હતી. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial