Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ. ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડઃ ૧૬૫ તાલુકામાં મેઘવૃષ્ટિ
અમદાવાદ તા. ૨૧: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે, પારડી અને ખેરગામ ૮ ઈંચ, વાપી અને નાનાપોંઢામાં ૭.૫ ઈંચ, વલસાડ ૭, ધરમપુર ૬.૫ ઈંચ, જલાલપોર અને ચીખલી ૬ ઈંચ, નવસારી અને ગણદેવીમાં ૫ ઈંચ ખાબકયો છે. ૨૬ જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતીભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, અને ૧ થી ૮ ઇંચ સુધી નો ભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, નાળા ઓ અને અંડર પાસ રસ્તા ઓ પાણી ભરાયાં છે,ધોરીમાર્ગો જામ ચાલે છે, જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જવા પામ્યું છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ જીલ્લાના ૧૬૫ તાલુકાઓમાં એક થી ૨૦૫ મિમી સુધીના વરસાદ નોંધાવા સાથે રાજ્યનો સીઝન નો કુલ સરેરાશ વરસાદ ૨૮.૭૮% ઇંચ નોંધાયો છે. આજે ૨૧ જુલાઈ થી લઈને આગામી ૨૬ જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા એ કરી છે, જેમાં હવામાન વિભાગના અનુમાન મુજબ ૨૬ જુલાઈ, સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ, તેમજ અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આજે સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે , ખાસ કરી ને નવસારી અને વલસાડ જિલ્લા માં અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે.
છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો વલસાડ જિલ્લોઃ પારડી - ૨૦૮ મી.મી., નાનાપોંઢા - ૧૮૨ મી.મી., વાપી - ૧૮૨ મી.મી., વલસાડ - ૧૭૯ મી.મી., ધરમપુર - ૧૬૫ મી.મી., કપરાડા - ૧૧૭ મી.મી., ઉમરગામ - ૭૩ મી.મી.,નવસારી જિલ્લોઃ ખેરગામ - ૨૦૨ મી.મી., જલાલપોર - ૧૫૫ મી.મી., ચીખલી - ૧૪૬ મી.મી., નવસારી - ૧૩૨ મી.મી., ગણદેવી - ૧૨૮ મી.મી., વાંસદા - ૫૯ મી.મી., સુરત જિલ્લોઃ પલસાણા - ૧૦૬ મી.મી., અંબિકા - ૭૮ મી.મી., મહુવા - ૭૩ મી.મી., બારડોલી - ૬૧ મી.મી., સુરત શહેર - ૫૨ મી.મી., ઉમરપાડા - ૫૦ મી.મી., કામરેજ - ૨૦ મી.મી., ચોર્યાસી - ૧૭ મી.મી., અરેઠ - ૧૪ મી.મી., ઓલપાડ - ૧૧ મી.મી., માંડવી - ૧૧ મી.મી., માંગરોળ - ૭ મી.મી. ડાંગ જિલ્લોઃ વઘઈ - ૮૭ મી.મી., આહવા - ૭૨ મી.મી., સુબીર - ૩૯ મી.મી., તાપી જિલ્લોઃ ડોલવણ - ૭૨ મી.મી., વાલોડ - ૫૬ મી.મી., વ્યારા - ૨૮ મી.મી., સોનગઢ - ૨૦ મી.મી., ઉકાઈ - ૧૩ મી.મી., ઉચ્છલ - ૬ મી.મી., કુકરમુંડા - ૩ મી.મી., નિઝર - ૧ મી.મી., ભરૂચ જિલ્લોઃ નેત્રંગ - ૪૧ મી.મી., વાલિયા - ૧૩ મી.મી., અંકલેશ્વર - ૧૨ મી.મી., વાગરા - ૧૨ મી.મી., ઝઘડિયા - ૮ મી.મી., હાંસોટ - ૫ મી.મી., જંબુસર - ૩ મી.મી., આમોદ - ૨ મી.મી., ભરૂચ - ૨ મી.મી. વરસાદ થયો છે.
તદુપરાંત ખેડા જિલ્લામાં મહેમદાવાદ - ૪૧ મી.મી., ખેડા - ૩૯ મી.મી., નડિયાદ - ૩૦ મી.મી., માતર - ૨૭ મી.મી., ઠાસરા - ૧૬ મી.મી., વાસો - ૧૧ મી.મી., ફાગવેલ - ૧૦ મી.મી., કઠલાલ - ૧૦ મી.મી., મહુધા - ૭ મી.મી., કપડવંજ - ૪ મી.મી., ગળતેશ્વર - ૨ મી.મી., પંચમહાલ જિલ્લોઃ શેહેરા - ૧૮ મી.મી., ગોધરા - ૧૨ મી.મી., હાલોલ - ૯ મી.મી., મોરવા (હડફ) - ૫ મી.મી., કાલોલ - ૪ મી.મી. દાહોદ જિલ્લામાં ગરબાડા - ૧૭ મી.મી., દાહોદ - ૫ મી.મી., ધાનપુર - ૪ મી.મી., દેવગઢ બારિયા - ૨ મી.મી., સિંગવડ - ૧ મી.મી., મહીસાગર જિલ્લામાં વિરપુર - ૧૫ મી.મી., બાલાસિનોર - ૮ મી.મી., નર્મદા જિલ્લામાં ચીકડા - ૧૨ મી.મી., સાગબારા - ૭ મી.મી., નાંદોદ - ૬ મી.મી., ગરુડેશ્વર - ૫ મી.મી., તિલકવાડા - ૪ મી.મી., ડેડિયાપાડા - ૨ મી.મી. અમદાવાદ જિલ્લામાં દાસક્રોઈ - ૧૨ મી.મી., દેત્રોજ-રામપુરા - ૧૦ મી.મી., ધોલેરા - ૯ મી.મી., ધંધુકા - ૮ મી.મી., વિરમગામ - ૫ મી.મી., માંડલ - ૧ મી.મી. મહેસાણા જિલ્લામાં કડી - ૨૮ મી.મી., જોટાણા - ૭ મી.મી., આણંદ જિલ્લામાં ખંભાત - ૫ મી.મી., બોરસદ - ૪ મી.મી., સોજીત્રા - ૩ મી.મી., ઉમરેઠ - ૨ મી.મી., આણંદ - ૧ મી.મી., બોટાદ જિલ્લામાં બોટાદ - ૬ મી.મી., ગઢડા - ૪ મી.મી., રાણપુર - ૩ મી.મી., બરવાળા - ૨ મી.મી., વડોદરા જિલ્લોમાં વડોદરા - ૩ મી.મી., સિનોર - ૨ મી.મી., ડભોઈ - ૨ મી.મી., સાવલી - ૨ મી.મી., વાઘોડિયા - ૧ મી.મી. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી - ૩ મી.મી., છોટાઉદેપુર - ૩ મી.મી., જેતપુર પાવી - ૨ મી.મી., કડવાલ - ૨ મી.મી., સંખેડા - ૧ મી.મી. અને સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા - ૭ મી.મી., વડાલી - ૨ મી.મી., ગાંધીનગર જિલ્લામાં માનસા - ૨ મી.મી., પાટણ જિલ્લામાં શંખેશ્વર - ૫ મી.મી., સિદ્ધપુર - ૨ મી.મી., ચાણસ્મા - ૧ મી.મી., બનાસકાંઠા જિલ્લામાં દાંતા - ૨ મી.મી., પાલનપુર - ૧ મી.મી. વરસાદ વરસ્યો છે,
આજે સવારથી પણ મેઘરાજા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મન મુકી ને વરસી રહૃાા હોવાના અહેવાલો આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial