Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શરમજનક સ્થિતિઃ કોંગ્રેસ આકરા ૫ાણીએ
અમદાવાદ તા. ર૧: કામના સ્થળે શ્રમિકોના મોતમાં ગુજરાત દેશમાં વન રહેતા કોંગ્રેસે આકરી ટીકા કરી છે.
અમદાવાદના વસ્ત્રાલના રામોલ-ગતરાડ નજીક ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં મોતનો આંકડો દસ સુધી પહોંચી ગયો છે. આ મામલે ફેક્ટરીના માલિક સામે અપરાધ માનવવધનો ગુન્હો નોંધવામાં આવ્યો છે અને એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરીને ૧૦ દિવસમાં તપાસ અહેવાલ સોંપવાનો આદેશ આપ્યો છે.
આ દરમિયાન કામના સ્થળ પર શ્રમિકોના મોતના મામલે સંસદમાં ચોંકાવનારા આંકડા રજૂ થયા છે, જેમાં ગુજરાત રાજ્ય દેશમાં ટોપના સ્થાને છે. સંસદના ચોમાસું સત્રના પહેલા જ દિવસે લોકસભામાં સાંસદ રાજકુમાર રોત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે વર્ષ-ર૦ર૦ થી ર૦ર૪ દરમિયાન કામકાજના સ્થળ પર સર્જાયેલી દુર્ઘટનાઓમાં મૃત્યુના આંકડાઓ રજૂ કર્યા હતાં. આ આંકડાઓમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.
તદ્નુસાર ગુજરાતમાં વર્ષ-ર૦ર૦ થી લઈને ર૦ર૪ સુધીમાં ૧૦૦૦ કરતા પણ વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્યમાં વર્ષ-ર૦ર૦ માં ર૧ર, ર૦ર૧ માં ર૩પ, ર૦રરમાં ર૪૦, ર૦ર૩ માં રર૧ અને ર૦ર૪ માં ૧૮૮ શ્રમિકોના મોત નિપજયા છે. આમ કુલ ર૦ર૦ થી ર૦ર૪ સુધીમાં કુલ ૧,૦૯૬ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે.
આ મામલે કોંગ્રેસ આકરા પાણીએ છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું કે, 'ર૦ર૦ થી ર૦ર૪ સુધીના પાંચ વર્ષમાં નોંધાયેલા કારખાનાઓમાં કામદારોના મોતના મામલે ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમાંકે છે. કામદારોના ભોગે ઊભું થયેલું વિકાસ મોડલ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તેમણે ઔદ્યોગિક રીતે અગ્રણી ગણાતા મહારાષ્ટ્ર કરતા પણ ગુજરાતમાં આ પાંચ વર્ષોમાં ર૩૭ વધુ કામદારોના મોત થયા છે, તેવો આક્ષેપ પણ કર્યો હતો.
કામકાજના સ્થળ પર સર્જાયેલી દુર્ઘટનાઓમાં મૃત્યુમાં ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે છે. મહારાષ્ટ્રમાં ર૦ર૦ થી ર૦ર૪ દરમિયાન ૮પ૯ શ્રમિકોના મોત થયા છે, ત્યારપછી તામિલનાડુ આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જ્યાં ૭૧પ શ્રમિકોના મોત થયા છે. ઓડિશામાં શ્રમિકોના મોતનો આંકડો ૪૩૭ પર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial