Advertisement
Author: નોબત સમાચાર

પુત્રને પકડવા આવેલી પોલીસને પકડી રાખી માતા-પિતાએ પુત્રને ભગાડી દીધો

આરોપીએ જામીનની શરતનો પણ કર્યાે છે ભંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના સરમત ગામમાં હુમલાના આરોપીને રવિવારે રાત્રે પકડવા ગયેલી પોલીસ ટીમને પકડી રાખી આરોપીના માતા-પિતાએ પોતાના પુત્રને ભગાડી દીધો હતો. અગાઉના કેસમાં જિલ્લાની હદમાં પ્રવેશની મનાઈ હોવા છતાં આ શખ્સ સરમત આવ્યો હતો. તે પછી તેના માતા-પિતાએ પોલીસ સાથે કરેલા વર્તન અંગે તેઓની સામે પણ ગુન્હો નોંધાયો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સરમત ગામના પાટીયા પાસે ગયા બુધવારે સાંજે ચા પીવા આવેલા પૃથ્વીરાજસિંહ હનુભા જાડેજા નામના યુવાન પર તેના કાકા ભીષ્મરાજસિંહ હઠીસિંહ જાડેજાએ અગાઉની માથાકૂટનો ખાર રાખી ધારીયા તથા છરીથી હુમલાનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે ગુન્હામાં ભીષ્મરાજસિંહને પકડી પાડવા માટે ગઈકાલે સિક્કા પોલીસ સ્ટેશનના જમાદાર સી.ડી. ગાંભવા અને અન્ય પોલીસ સ્ટાફ રવિવારની રાત્રે સરમતમાં ભીષ્મરાજસિંહના ઘરે પહોંચ્યા હતા. આ વેળાએ ભીષ્મરાજસિંહને ભાગી જવાનો મોકો મળે તે રીતે તેના પિતા હઠીસિંહ તથા તેમના પત્નીએ નોકરી નહી કરવા દઈએ તેવી ધમકી આપી જમાદાર ગાંભવાને પકડી રાખ્યા હતા અને તેનો લાભ લઈને ભીષ્મરાજસિંહ ધક્કામૂક્કી કરી નાસી ગયો હતો. અગાઉ નોંધાયેલા એક ગુન્હામાં આ શખ્સને જામનગર જિલ્લાની હદમાં પ્રવેશવાની મનાઈ કરી અદાલતે તે શરત પર જામીન આપ્યા હતા. તેમ છતાં ભીષ્મરાજસિંહ સરમત આવ્યો હતો અને તેણે પોતાના ભત્રીજા સાથે ઝઘડો કર્યાે હતો. તે ઉપરાંત રવિવારની રાત્રે ધરપકડથી બચવા દોટ મૂકી હતી તેમજ તેના માતા તથા પિતાએ પોલીસ કર્મચારીને પકડી રાખ્યા હતા. ત્રણેય સામે જમાદાર સી.ડી. ગાંભવાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh