Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'અપના હાથ જગન્નાથ !'
ખંભાળિયા તા. ર૧: ખંભાળિયા શહેરમાં વ્યાપક વૃક્ષારોપણનું અભિયાન કરનાર 'ગ્રીન ખંભાળિયા' સંસ્થા હવે ખંભાળિયા ન.પા.ના ભરોસે રહ્યા વગર શહેરને સ્વચ્છ કરવા મેદાનમાં આવી છે.
આ સંસ્થા હવે ગ્રીન ખંભાળિયાની સાથે ક્લીન ખંભાળિયાની ભૂમિકા ભજવી રહી છે અને ગંદા વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું છે.
ખંભાળિયા શહેરમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશન વ્યવસ્થા બંધ થતા, વિક્ષેપ થતાં તથા ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાતા તથા રજૂઆતો પછી પણ સ્થિતિ સામાન્ય ના થતા આ સંસ્થાના ડો. પડિયા તથા મનુભાઈ પાબારી સહિતના સ્વયંસેવકોએ જાતે પાવડા ઊપાડીને અત્યંત ગંદકીથી ભરપૂર નવાપરાની શેરીમાં ગંદકી સાફ કરવા કાર્યવાહી શરૂ કરતા લોકો દ્વારા 'ક્લીન ખંભાળિયા'ની આ પ્રવૃત્તિને આવકારી છે તથા તેમના પ્રયત્નોથી પાલિકાના કર્મચારીઓને પણ પ્રોત્સાહન મળતા તેઓએ પણ ઉત્સાહથી કચરા સફાઈ શરૂ કર્યા છે.
ક્લીન ખંભાળિયા સંસ્થા દ્વારા ખંભાળિયામાં કચરા બાબતે તંત્રનું ધ્યાન દોરવામાં આવશે તથા જ્યાં જરૂર પડશે ત્યાં જાતે તેમના સ્વયંસેવકો દ્વારા સફાઈ કાર્ય કરવામાં આવશે. ડોક્ટર અને અગ્રણી વેપારી જેવા જાતે પાવડા, સાવરણી લઈને સફાઈ કાર્યમાં લાગતા હવે ગંદકી દૂર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial