Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફૂટપાથો પર ચા-પાણીના ધંધાર્થીઓ, આડેધડ પાર્કીંગઃ
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા છાસવારે શહેરના કોઈ-કોઈ વિસ્તારોમાં જાહેર માર્ગો પરના દબાણો હટાવવાની કામગીરી થાય છે, પણ કોઈને કોઈ કારણોસર દબાણો હટાવાયા પછી, રેંકડી-પથારા જપ્ત કર્યા પછી પણ, ત્યાં ને ત્યાં જ દબાણો થોડા જ કલાકોમાં ખડકાય જાય છે. અર્થાત એસ્ટેટ વિભાગની કામગીરી હવે નગરજનો માટે માત્ર નાટક જ પૂરવાર થઈ રહી છે, જામનગરમાં ચારે તરફ આટલા દબાણો એસ્ટેટ વિભાગની 'કૃપા' (હપ્તાખોરી) વગર શક્ય નથી તેવું ટીકા સાથે, રોષ સાથે ચર્ચાઈ રહ્યું છે. જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં ઓશવાળ હોસ્પિટલમાં દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે. આ ઉપરાંત શહેરના આ વિસ્તારના માર્ગો પર જ ૨૪ કલાક સતત નાના-મોટા વાહનોની અવરજવર રહે છે. ત્યારે આ વિસ્તારમાં ઓશવાળ હોસ્પિટલની પાસે, હોસ્પિટલ સામે આવેલા માર્ગોની ફૂટપાથો ઉપર, ગોળાઈઓમાં રસ્તા ઉપર ચા-પાણીના, ફૂલના વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ મોટા દબાણો કરવામાં આવ્યા છે. અને પરિણામે રસ્તા ઉપર વાહનોમાં બેસીને તેમજ અન્ય રીતે ગ્રાહકોની ભીડ જામેલી રહે છે. રસ્તા પરથી ટુ-વ્હીલર જેવા વાહનો પસાર કરવામાં પણ લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. એટલું જ નહીં, આ દબાણકર્તાઓએ ત્યાંના દુકાનદારો, લેબોરેટરી, મેડિકલ સ્ટોર, અન્ય ઓફિસોમાં જવા આવવાની વ્યવસ્થાને પણ અવરોધ સર્જીને ખોરવી નાંખી છે. આવા દબાણકર્તાઓના કારણે નિર્દોષ વેપારીઓ, વ્યવસાયકારોને ગંભીર અને વિપરીત અસર થઈ રહી છે. આ વિસ્તારમાં ફૂટપાથ, રસ્તા પર દબાણકર્તાઓ સંબંધિત વિભાગોને કદાચ અતિશયોક્તિ લાગે તેવા તગડી રકમના હપ્તા દર મહિને ચૂકવતા હોવાની પણ ચોમેર ચર્ચા ચાલી રહી છે. અને આવી હપ્તાખોરીના કારણે જ દબાણકર્તાઓ રસ્તાઓ-ફૂટપાથોને પોતાની માલિકી સમજી રીતસર મનમાની કરી રહ્યા છે, કોઈને ગણકારતા નથી. જામનગરના ચૂંટાયેલા ભાજપના નવા પદાધિકારીઓએ શહેરના અતિ વ્યસ્ત એવા ઓશવાળ હોસ્પિટલ આસપાસના રસ્તાઓ-ફૂટપાથો પરના દબાણો કાયમ માટે દૂર કરવા હિંમતભર્યા અને કડક પગલાં લેવા આગળ આવવાની જરૂર છે. આ વિસ્તારમાં ખડકાયેલ રહેતા ચા-પાણી, ખાણીપીણીના ધંધાર્થીઓ સામે કડક પગલાં ભરવાની અને આમ પ્રજાને રાહત આપવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial