Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાશે યોગાસન સ્પર્ધા

૨૭ જુલાઈ સુધી ઓનલાઈન અરજીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરના યોગપ્રેમીઓ માટે યોગાસન સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેની છેલ્લી તારીખ ૨૭ જુલાઈ, ૨૦૨૬ રાખવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લામાંથી રસ ધરાવતા નાગરિકો નિઃશુલ્ક નોંધણી કરાવી સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

યોગાસન સ્પર્ધા ચાર કેટેગરીમાં યોજાશે, જેમાં ૯ થી ૧૬ વર્ષ, ૧૭ થી ૩૫ વર્ષ, ૩૬ વર્ષથી વધુ વયજૂથ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલા કોચ/ટ્રેનરનો સમાવેશ થાય છે. સ્પર્ધાનું આયોજન જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષા એમ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. જિલ્લા કક્ષાના વિજેતાઓ ઝોન કક્ષાએ અને ઝોન કક્ષાના વિજેતાઓ રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવશે. જિલ્લા કક્ષાના તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર જ્યારે વિજેતાઓને ફિઝિકલ પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ આપવામાં આવશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર જિલ્લાના સ્પર્ધકોને સમયસર નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે. નોંધણી અંગે વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે જામનગર જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર હર્ષિતા મહેતાનો સંપર્ક મો. ૮૮૪૯૮ ૧૫૫૧૦ પર કરવો. જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, યુવાનો, મહિલાઓ તેમજ યોગપ્રેમીઓને મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન નોંધણી અર્ખ્તટ્ઠજટ્ઠહ.ખ્તજઅહ્વ.ૈહ પર કરી શકાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh