Advertisement
Author: નોબત સમાચાર

ચાલુ ભઠ્ઠીમાંથી ગરમાગરમ પિતળનો રસ ઊડતા બે શ્રમિક ગંભીર રીતે દાઝયા

એક શ્રમિકની હાલત નાજૂક ગણાવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર નજીકના ચંગામાં આવેલી એક ફેક્ટરીમાં ગઈકાલે ચાલુ ભઠ્ઠીમાંથી ગરમાગરમ પિતળનો રસ બ્લાસ્ટના પગલે ઉડતા બે શ્રમિક દાઝી ગયા છે. એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચંગા ગામ નજીકની એલોઈડ મેટલ રીસાયકલ ફેક્ટરીમાં ગઈકાલે બપોરે દુર્ઘટના સર્જાઈ હતી. ભઠ્ઠીમાં પીગાળવા માટે નાખેલા પિતળનો રસ ભઠ્ઠીમાં ખદબદયા પછી અચાનક બ્લાસ્ટ થયો હતો.

ભઠ્ઠીમાંથી ગરમાગરમ પિતળનો રસ બાજુમાં જ કામ કરતા મૂળ નેપાળના વતની દિલબહાદુર તથા ઉત્તરપ્રદેશના હરીઓમ નામના શ્રમિક પર પડ્યો હતો. જેના કારણે બંને શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને સારવાર માટે ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની પોલીસે તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh