Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી

બે ડીગ્રીના ઘટાડા સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરમાં ગોરંભાયેલા આકાશ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ નગરના નભમાં વાદળોનો જમાવડો જોવા મળ્યોય હતો.

જામનગરમાં મંગળવાર સવાર પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બ ડીગ્રીના ઘટાડા સાથ મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડા અને મેઘાવી માહોલના કારણે વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી.

નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા ઘટીને ૭૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh