Advertisement
Author: નોબત સમાચાર

સૌની યોજના અન્વયે આજી-૩ ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ

જામનગરનું જળ સંકટ હળવું કરવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧ફ જામનગર શહેરમાં વરસાદ ખેંચાય તો પાણીની સમસ્યા ઉદ્ભવી શકે છે, જેના આગોતરા આયોજન મુદ્દે ત્રણ જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવનાર છે. તેમાંથી આજી-૩ ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ થઈ ચૂક્યું છે.

જામનગરને પાણી પૂરૂ પાડતા ડેમો પૈકી ઊંડ-૧, સસોઈ અને આજી-૩ માં આગામી દસેક દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો જથ્થો ઉપલબ્ધ છે. આથી નગર ઉપર ઝળુંબતા જળસંકટને ટાળવા માટે નર્મદાના પપ૦ એમસીએફટી પાણીનો જથ્થો આજી-૩, ઊંડ-૧ અને સસોઈમાં ઠાલવવા માંગણી કરવામાં આવી હતી.

આમ સૌની યોજના હેઠળ મચ્છુ-૧ ડેમાંથી લીંક યોજના અન્વયે આજી ૩ ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ થઈ ચૂક્યું છે. ત્યાંથી અન્ય બન્ને ડેમોમાં પણ પાણી ઠાલવાશે એટલે કે કુલ પપ૦ એમસીએફટી પાણી મળવાથી બે માસનું જળસંકટ હળવું થશે.

મ્યુનિ. કમિશનરના જણાવ્યા મુજબ આ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત-માંગણી કરવામાં આવી હતી. જે મુજબ પાણી મળતું થયું છે.

શહેરમાં હાલ એકાંતરા ધોરણે દૈનિક ૧પ૦ એમએલડી પાણી વિતરણ થઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh