Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા ભરવાડ સમાજના ગુરૂ
જામનગર તા. ૨૧: જામનગર જિલ્લા ભરવાડ સમાજની ગુરૂગાદીના મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુની કોઈ તત્ત્વો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એ.આઈ. જનરેટેડ તસ્વીરો સાથે બદનામીનો પ્રયાસ કર્યો હોવાથી ભરવાડ સમાજ તા. ૨૪ જુલાઈના રેલી કાઢશે. આ અંગે એક બેઠક યોજાઈ હતી.
આ સંદર્ભે નાઘેડી કન્યા છાત્રાલયમાં જામનગર, દેવભૂમિ દ્વારકા તથા રાજકોટ ભરવાડ સમાજની મિટિંગમાં જામનગર જિલ્લા ભરવાડ સમાજના આગેવાનો તથા ટ્રસ્ટી વિરમભાઈ વકાતર, મચ્છાભાઈ ઠુંગા, ભુરાભાઈ ઠુંગા, સવાભાઈ ઝાપડા, વેજાભાઈ જોગહવા, અજાભાઈ બાંભવા, વિજયભાઈ ઠુંગા, બળવંતભાઈ મકવાણા, પાંચાભાઈ મુંધવા, ગોવિંદભાઈ ઝાપડા, નાઘેડી ગામ સરપંચ સુરેશભાઈ બાંભવા, લીંબાભાઈ ગમારા, જિલ્લા પંચાયત સદસ્ય લખુભાઈ ઠુંગા, તાલુકા પંચાયત સદસ્ય પોપટભાઈ બાંભવા, નાથાભાઈ ટોળીયા, મંગાભાઈ ધ્રાંગીયા, ધ્રોલ નગર પંચાયત સદસ્ય લખમણભાઈ બાંભવા, ખારાબેરાજા સરપંચ વસુભાઈ ધ્રાંગીયા, હડમતિયા પૂર્વ સરપંચ ખોડાભાઈ બાંભવા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ રમેશભાઈ ટોયટા, મચ્છુમાતા દેવસ્થાન સમિતિ-મચ્છુ બેરાજાના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ દેવશીભાઈ ગમારા, કરણાભાઈ ઝુંજા, ધનાભાઈ વકાતર, પ્રવીણભાઈ બાંભવા, ચોથાભાઈ બાંભવા, બુધાભાઈ ઝુંજા, પ્રવીણભાઈ ઝાપડા, બુધા ભગત, ધનાભાઈ વકાતર, વિરમભાઈ ઝાપડા, જોડીયા તાલુકાના અગ્રણી ભીમાભાઈ વકાતર, કાનાભાઈ મુંધવા, ધ્રોલ તાલુકાના અગ્રણી ધનાભાઈ ઝાપડા, ભુરાભાઈ ટોયટા, નથુભાઈ બાંભવા, કાલાવડ તાલુકાના અગ્રણી ભોજાભાઈ ટોયટા, જયંતીભાઈ ટોયટા, હરેશભાઈ ઝાપડા, જામજોધપુર તાલુકા અગ્રણી ભોજાભાઈ સાનિયા, ગાંડુભાઈ વડાળાવાળા, દેવાતભાઈ બાંભવા, ગોવિંદભાઈ ચિરોડીયા, રાજકોટ શહેરથી પધારેલા ભીખાભાઈ પાડસારીયા, મહાનગરપાલિકા કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, નારણભાઈ વકાતર, યુવા અગ્રણી રણજીતભાઈ મુંધવા તથા જામનગર જિલ્લા યુવા અગ્રણી રાજુભાઈ જોગસ્વા, જયેશભાઈ વકાતર, ભરતભાઈ ટોયટા, મુકેશભાઈ વસેરા, પ્રવીણભાઈ બાંભવા સહિત બહોળી સંખ્યામાં આગેવાનો, યુવા અગ્રણી હાજર રહ્યા હતા અને ભરવાડ સમાજની લાગણીઓ દુભાતા આ બાબતે આગળ કાયદાકીય કાર્યવાહી કરવા તથા રજૂઆત કરવા તા. ૨૪-૭-૨૬ના સવારે ૧૦ કલાકે લાલ બંગલા સર્કલથી રેલી સ્વરૂપે ડી.એસ.પી. કચેરી જઈ આવેદનપત્ર આપવા જવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હોવાનું ભુરાભાઈ ઠુંગાએ જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial