Advertisement
Author: નોબત સમાચાર

ઓખામઢી પાસે હિટ એન્ડ રનમાં મહિલાનું મૃત્યુઃ એકને ઈજા

લઘુશંકા કરવા માટે બાઈક ઉભુ રાખતા મોટર ચઢી આવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: દ્વારકામાં દર્શનાર્થે ગયા રવિવારે ગયેલા સાળી-બનેવી સાંજના સમયે દ્વારકાથી પરત ફરતા હતા ત્યારે ઓખામઢી ગામ પાસે રાત્રે દસેક વાગ્યે તેઓના બાઈકને અજાણી મોટર ઠોકર મારીને નાસી ગઈ હતી. આ અકસ્માતમાં ઘવાયેલા સાળીનું મૃત્યુ નિપજ્યું છે અને બનેવીનો પગ ભાંગી ગયો છે. હિટ એન્ડ રનના આ બનાવની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના દરબારગઢ વિસ્તારમાં વસવાટ કરતા રોહિતભાઈ રવજીભાઈ સોલંકીના સાઢુભાઈ મનિષ દેવાભાઈ જોગસયા તથા સાળી સંગીતાબેન રાજુભાઈ કોસ્તી ગયા રવિવારે મોટરસાયકલ પર દ્વારકા દર્શન કરવા ગયા હતા.

ત્યાંથી આ બંને વ્યક્તિ પરત ફરતા હતા ત્યારે ઓખામઢી ગામથી આગળ ટોલનાકા તરફના રસ્તા પર લઘુશંકા કરવા માટે મનિષભાઈએ બાઈક ઉભુ રાખ્યું હતું ત્યારે દ્વારકા તરફથી ધસી આવેલી એક અજાણી મોટર તેઓને ઠોકર મારીને નાસી ગઈ હતી.

ઉપરોક્ત અકસ્માતમાં મનિષભાઈનો પગ ભાંગી ગયો હતો ત્યારે સંગીતાબેનને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. રોહિતભાઈએ હિટ એન્ડ રનના આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh