Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રેન અટકાવી ન હોત તો મોટી દુર્ઘટના થઈ હોત
નવી દિલ્હી તા. ૨૨ઃ માઓવાદીઓએ વિસ્ફોટ કરી રેલવે ટ્રેકને ઉડાવી નાંખતા હાવડા-મુંબઈ રૃટ પર ટ્રેનોની અવર-જવર ઠપ્પ થઈ ગઈ છે. ભાકપા (માઓવાદીઓ) એ બંધની જાહેરાત કરી હતી. કદાચ એ લોકોએ જ આ વિસ્ફોટ કર્યો હોવાની ચર્ચા છે. આ કારણે મોટી સંખ્યામાં મુસાફરો રઝળી પડ્યા છે.
ઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોઈલકેરા-પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવે ફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે.
અહેવાલ અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી આ ટ્રેકને ઉડાવી નાખ્યો હતો. જેના કારણે હાવડા-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર ટ્રેનોની અવર-જવર ઠપ્પ થઈ ગઈ છે.
માહિતી અનુસાર ૨૨ ડિસેમ્બરે ભાકપા (માઓવાદી)એ ભારત બંધની જાહેરાત કરી હતી. એવી આશંકા છે કે આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ માઓવાદીઓ દ્વારા આ કૃત્ય કરાયું હતું. માઓવાદીઓએ ગુરૃવારે રાત્રે ૧૦ વાગ્યે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની જાણકારી છે. આ ઘટનાની જાણ થતાં જ શાલીમાર કુર્લા એક્સપ્રેસને ગોઈલકેરા સ્ટેશને જ અટકાવી દેવામાં આવી હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial