Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના યુવાને અકળ કારણથી ઝેર પીધા પછી સારવારમાં નિપજ્યું મૃત્યુઃ પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ૨૨ઃ દેવભૂમિ દ્વારકાના ભાણવડના ભરતપુરમાં રહેતા અને ઘરે રહી છેલ્લા ત્રણ વર્ષથી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા એક યુવતીને પરીક્ષામાં સફળતા મળતી ન હતી અને નોકરી મેળવવામાં પણ નિષ્ફળતા સાંપડતી હોય નાસીપાસ થઈ જઈ આ યુવતીએ દસેક દિવસ પહેલાં વખ ઘોળી લીધુ હતું. તેણીનું સારવાર દરમિયાન રાજકોટ દવાખાને મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પાંચેક દિવસ પહેલાં અકળ કારણથી નગરના વણિક યુવાને ઝેરી દવા પીધી હતી. તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના પત્નીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામમાં વસવાટ કરતા પરબતભાઈ અરજણભાઈ આંબલીયા નામના આહિર પ્રૌઢની છવ્વીસ વર્ષની પુત્રી નહલાબેન પરબતભાઈ છેલ્લા ત્રણેક વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા માટે તૈયારીઓ કરતા હતા.
આ યુવતી દ્વારા કરવામાં આવતા પ્રયત્નો પછી પણ તેઓને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થતી ન હતી અને નોકરી મેળવવામાં પણ નિષ્ફળતા મળતી હોય નહલાબેન નાસીપાસ થઈ ગયા હતા. આ યુવતીએ ગઈ તા.૧૨ના દિને બપોરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની જાણ થતાં તેણીના પરિવારે સારવારમાં ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે નહલાબેનને રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ યુવતીનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પિતા પરબતભાઈએ પોલીસને જાણ કરી છે. આ બનાવે નાનકડા ભરતપુર ગામમાં અરેરાટી પ્રસરાવી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક ધન અપૂર્વ રેસિડેન્સીમાં વસવાટ કરતા દીપેનભાઈ નીખિલભાઈ શાહ નામના સાડત્રીસ વર્ષના વણિક યુવાને ગયા શનિવારે બપોરે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયાનું તેમના પત્ની પ્રીતિબેન શાહે પોલીસમાં જાહેર કર્યું છે. પોલીસે આ યુવાનના વિષપાન પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial