Advertisement
Author: નોબત સમાચાર

કોરોનાનો ફરી ફૂંફાડોઃ દેશમાં સોમવારથી અત્યાર સુધીમાં અગિયાર દર્દીના મૃત્યુ

નવું વેરિયેન્ટ અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં ફેલાયું

નવી દિલ્હી તા.રરઃ કોરોનાએ ફરીથી ફૂંફાડો મારતા દેશમાં સમોવારથી અત્યાર સુધીમાં ૧૧ દર્દીઓના મોત થયા છે. નવું વેરિયેન્ટ અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં ફેલાયું છે.

દેશભરમાં ફરી એકવાર કોરોનાનો કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસોથી લોકોનું ટેન્શન પણ વધી ગયું છે. ૭ મહિના પછી, કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. તે જ સમયે કોવિડનું નવું સ્વરૃપ પણ વધી રહ્યું છે. આ અંગે સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે.

કેન્દ્રએ રાજ્ય સરકારોને માર્ગદર્શિકા જાહેર કરી છે. તમામ અધિકારીઓ કોવિડને લઈને સતત બેઠકો કરી રહ્યા છે. નિષ્ણાંતો લોકોને ગભરાવાની સલાહ આપી રહ્યા છે. અધિકારીઓ લોકોને તમામ નિયમોનું પાલન કરવા વિનંતી કરી રહ્યા છે.

આરોગ્ય વિભાગ કોરોનાના નવા પ્રકાર, જેએન-૧ ના ફેલાવાને રોકવા માટે પ્રયાસ કરી રહ્યું છે. નવુ વેરિયેન્ટ અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં ફેલાયું છે. બીજી તરફ અમેરિકાના  સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ પણ ચેતવણી આપી છે. આગામી સમયમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થશે.

હાલમાં, ભારતમાં સાત મહિના પછી કોવિડના કારણે મળત્યુમાં વધારો જોવા મળ્યો છે. સોમવારથી અત્યાર સુધીમાં ૧૧ દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, ગુરૃવારે ૭ દર્દીઓના મૃત્યુ થયા હતાં. આ સાથે સક્રિય કેસ પણ વધીને ર, ૬૬૯ થઈ ગયા છે. ગુરૃવારે પ૯૪ નવા કેસ નોંકાયા હતાં. તે જ સમયે, સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જો દિલ્હીની વાત કરીએ તો હાલમાં ત્રણ એક્ટિવ કેસ છે.

નવા પ્રકારને કારણે ચાર રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યાં આ અઠવાડિયાની શરૃઆતમાં મહારાષ્ટ્રમાં એક પણ એક્ટિવ કેસ નહોતો. હવે અહીં ૪પ એક્ટિવ કેસ છે.

કેરળમાં ર,૩૪૧, કર્ણાટકમાં ૯ર અને તમિલનાડુમાં ૮૯ છે. કેરળમાં દરરોજ સરેરાશ ૧પ૦ થી વધુ નવા કેસ આવી રહ્યા છે. જ્યારે આ બંને રાજ્યોમાં ૮-૯ નવા કેસ નોંધાઈ રહ્યા છે. મૃત્યુ પામેલા દર્દીઓમાં ૩ દર્દીઓ કેરળના અને ર દર્દીઓ કર્ણાટકના હતાં. એક દર્દી પંજાબનો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh