Advertisement
Author: નોબત સમાચાર

માણીભદ્ર વિલાના આંગણે માતાની પધરામણી

જામનગર તા. ૨૨ઃ જામગરના લાલબાવળ રોડ પર માણીભદ્ર વિલા-૧માં આવેલ શ્રી શાંતિજીન માણીભદ્ર વિહારમાં માતાની પધરામણીનો રૃડો અવસર ઉમંગભેર યોજાયો હતો. જેમાં શ્રી ચકેશ્વરી માતા તથા પાર્શ્વ પદ્માવતી માતાનો અભિષેક કરીને શુભ મુહૂર્તે માતાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આ તકે ભાવિકોની સાધર્મિક ભક્તિ, શાંતિધારા પાઠ અને શક્રસ્તવ અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો.

પાર્શ્વ પદ્માવતી માતાના લાભાર્થી માતૃશ્રી લીલાવંતીબેન રતિલાલ રાયશી દોઢિયા સહપરિવાર (મૂળ ગામ રાવલસર અને હાલ જામનગર) તથા ચકેશ્વરી માતાના લાભાર્થી માતૃશ્રી લીલાવંતીબેન રમણીકભાઈ ગોસરાણી (આર.કે. શાહ) સહ પરિવાર (મૂળ ગામ ચાંપાબેરાજા અને હાલ જામનગર) રહ્યો હતો.

પ.પૂ. આચાર્ય હેમપ્રભ સુરીશ્વરજી મ.સા.ના આશિષ તથા સાધુ ભગવંત પ.પૂ. પન્યાસજી શ્રી જીનધર્મ વિજય મ.સા., પ.પૂ. મુનીરાજશ્રી હેમસુરી વિજયજી મ.સા. અને શ્રમણીવૃંદ પ.પૂ. સાધ્વીજી શ્રી કારૃણ્ય રત્નાશ્રીજી મ.સા., પ.પૂ. સાધ્વીજી શ્રી વિશુદ્ધરત્નાશ્રીજી મ.સા.ના પાવન નિશ્રામાં આ કાર્યક્રમ યોજાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh